બેંગલુરૂમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ધમાકો થયો છે. એક નહીં પરંતુ ચાર ધમાકા થયા છે અને આ ધમાકામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ ધમાકા થવા પાછળનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર આ ધમાકો વ્હાઈટ ફીલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કૈફેમાં થયો છે. ચાર લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ ધમાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ઘાયલોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ધમાકામાં ચાર લોકો થયા ઘાયલ!
રામેશ્વરમ કૈફેમાં આજે એટલે કે પહેલી માર્ચે ધડાકો થયો છે. અને આ ધડાકામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે ધમાકો થયો છે તે વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 4 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના પછીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાફેની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે જોવા મળી રહી છે.
"We received a call that a cylinder blast occurred in the Rameshawaram cafe. We reached the spot and we are analysing the situation," says Fire station, Whitefield https://t.co/p8kdO448In
— ANI (@ANI) March 1, 2024