નેપાળમાં કાઠમંડુથી પોખરા જઈ રહેલું યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થતા તમામ 72 લોકોના મોત થયા છે. આ ભયાનક દુર્ઘટના બાદ નેપાળી સેનાએ યુધ્ધના ધોરણે સર્ચ ઓપરેશન શરૂ કરી 68 મૃતદેહો બહાર કાઢ્યા છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે સવારે ક્રેશ થયેલા પ્લેનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. આજે સોમવારે (16 જાન્યુઆરી, 2023) નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ કહ્યું કે તેઓ એક પણ મુસાફરને જીવતો બચાવી શક્યા નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર સહિત 72 લોકો સવાર હતા. મૃતકોમાં 5 ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
Nepal aircraft crash | The black box of the crashed plane found: Sher Bath Thakur, airport official Kathmandu to ANI
Visuals of the search and rescue operation at Pokhara. pic.twitter.com/Qqhz68Glym
— ANI (@ANI) January 16, 2023
દુર્ઘટનાને લઈ તપાસ કમિટીની રચના
Nepal aircraft crash | The black box of the crashed plane found: Sher Bath Thakur, airport official Kathmandu to ANI
Visuals of the search and rescue operation at Pokhara. pic.twitter.com/Qqhz68Glym
નેપાળમાં યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન પહાડ સાથે ટકરાયા બાદ પ્લેન ખાઈમાં પડી જતા તમામ વિમાનમાં સવાર તમામ 72 લોકોના મોત થયા છે. હવે નેપાળ સરકારે આ ભયંકર દુર્ઘટનાના કારણો શોધવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરી છે. વિમાન દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે મંત્રી પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. નેપાળ પ્રશાસને અકસ્માતની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે, જે દુર્ઘટનાનું કારણ શોધી કાઢશે અને 45 દિવસ પછી તેનો રિપોર્ટ વહીવટીતંત્રને સોંપશે.