દિવાળીના ફટાકડા ફૂટવા પહેલા રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષાઓમાં પેપર ફૂટવા લાગ્યા છે અને પેપરમાં લોચા લાગ્યા છે. ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીએ પણ કાંડ કર્યું હતું જેને તોએ માંડ છ મહિના દબાવી શક્યા હતા, પણ છેલ્લે છ મહિના પછી તેમના લોચા સામે આવી ગયા હતા.
આવી રીતે છબરડો બહાર આવ્યો
પંદર ફેબ્રુઆરીમાં બીએડ સેમ વનની હિન્દી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની અંદર પહેલા સેમને બદલે બીજા સેમેસ્ટરનું પેપર આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તો ડોળા ફાડીને પેપર જેઈ રહ્યા કે આ શું આપી દીધું છે. તેમણે સુપરવાઈઝ અને ડીનને પણ જાણ કરી હતી. BKNMUના ડીને સમગ્ર મામલો દબાવી દીધો હતો. આ પરીક્ષામાં 100થી વધુ વિદ્યાર્થીઓને 35માંથી 35 માર્ક મળ્યા હોય તેવું પણ જાણવા મળ્યું હતું.
BKNMUના ડીને કહ્યું ગમે તે લખી નાખો પાસ કરી દઈશું
પેપરમાં ભગો થયા ગયાની ખબર પડતા વિદ્યાર્થીઓએ ક્લાસના સુપરવાઈઝરને કહ્યું હતું અને પછી ડીનને પણ ફરિયાદ કરી હતી. ભક્ત કવિ નરસિંહ મેહતાના ડીને વિદ્યાર્થીઓને ફોસલાવી કહ્યું હતું કે વાંધો નહીં અત્યારે જે લખવું હોય તે લખી નાખો, અમેં બધાને પાસ કરી દઈશું.
ગુજરાતની યુનિવર્સિટીઓમાં તો આવું થતું જ રહે છે
ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવા લોચા માર્યાનું સામે આવે છે. ક્યારેક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવા છબરડા લાગે છે તો ક્યારેક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોચા લાગે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો વિવાદાસ્પદ છે જ, જેમાં પેપર કાંડ પણ પકડાય છે અને પીએચડીમાં ડીગ્રી અપાવવા માટેની માગણીઓ પણ ગુજરાતમાં ચર્ચાસ્પદ છે. ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્યો હવે રાજ્યપાલને વિગતો મોકલવાની અને ત્યાંથી પણ કોઈ જવાબ ના મળે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.