ભારતીય જનતા પાર્ટીના વઢવાણના ઉમેદવાર જીજ્ઞા પંડ્યાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે.

મારા સિવાય અન્ય વ્યક્તિને ટિકિટ આપોઃ જીજ્ઞા પંડ્યા
તેમણે જણાવ્યું હતું કે મને મોકો આપવામાં આવ્યો તે બદલ ભાજપનો ખૂબ આભાર. જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે હું આગળ પણ ભાજપનું કામ કરતી રહીશ. તેમણે જેપી નડ્ડાને વિનંતી કરી છે કે વઢવાણ પર તેમના સિવાય અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપે. જીજ્ઞા પંડ્યાએ કમલમ જઈને પ્રધાનમંત્રીના નામ પર પત્ર લખ્યો હતો.
આ તો થઈ પડદાની આગળની વાતો, પરદા પાછળની વાર્તા કંઈક એમ છે કે ભાજપે સત્વારા સમાજના વ્યક્તિને આ વખતે ટિકિટ નહોતી આપી. આથી સત્વારા સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આથી ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે સત્વારા સમાજના જગદીશ મકવાણાના નામની જાહેરાત કરી છે.