જમાવટ દર્પણ નામનું સેગમેન્ટ ચલાવે છે જેમાં તે સમાજ અને સરકારને અરીસો બતાવવાનું કામ કરે છે. જમાવટ કોઈને જજ કર્યા વગર દર્પણ તમારી સામે રાખી દે છે. બાકી સમાજને જોવાનું રહે છે કે તેમને કેટલી બદલાવાની જરૂર છે. ત્યારે અમે ભાજપની રેલીમાં ભાજપના પીઢ નેતાઓના ફોટો લઈને પહોંચ્યા હતા જ્યાં ભાજપના કાર્યકર્તાઓ તેમના નેતાઓને જ નહોતા ઓળખી શક્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસારવા ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા હતા ત્યારે અમે ત્યાં પહોંચેલા કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ફોટો દેખાડ્યા હતા અને તેઓ કોણ છે તેવું પૂછ્યું હતું જેના કંઈક આવા જવાબ મળ્યા હતા. અમેં એક ભાજપના યુવા કાર્યકર્તા અમિત શાહનો ફોટો દેખાડીને પૂછ્યું હતું કે આ કોણ છે ત્યારે ભાજપના યુવા કાર્યકર્તાએ જવાબ આપ્યો હતો કે હું આમને નથી ઓળખતો.

