મહીસાગરના સંતરામપુરમાં આપના કાર્યકરો પર ભાજપના કાર્યકર્તાનો હુમલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 21:47:56

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે અનેક પાર્ટી વિવાદના કેન્દ્રમાં હોય છે. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજો આમ આદમી પાર્ટી નામનો પક્ષ પણ મેદાને છે. ચૂંટણી પહેલાના સમયમાં વચનોની બાણવર્ષા સહીત તીખી નિવેદનબાજી પણ થતી નજરે પડતી હોય છે પરંતુ આજકાલ ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં હિંસક બનાવો પણ નોંધાઈ રહ્યા છે.


કેવી રીતે બન્યો મારામારીનો સમગ્ર બનાવ?

આજે આપના કાર્યકરો પર કડુચી ગામના હરેશભાઈ વડવાઈ નામના બીજેપીનાં કાર્યકર્તાએ હુમલો કર્યો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા જ્યારે પ્રચાર માટે સંતરામપુરના નાની ભુગેડી ગામ ગયા ત્યારે ભાજપનાં કાર્યકર્તાઓએ લાઠી ચાર્જ કર્યો હતો. જેમાં ડૉ. કલ્પેશ સંઘાડા, મોતીભાઈ ડીંડોર અને અભેસિંહ બામણિયા નામના આપના કાર્યકર્તા ઘાયલ થયા હતા. હવે આ આખી ઘટનામાં આપનાં કાર્યકર્તાના આક્ષેપ છે કે ભાજપનાં કાર્યકર્તાએ તેમના ગાડીનાં કાચ તોડી દીધા ઉપરાંત તેમનો સામાન પણ લઈ લીધો છે. આપના કાર્યકરોને ગંભીર ઈજા થતાં કાર્યકર્તાને હાલ સંતરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સંતરામપુર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.  


ગઈકાલે પણ બની હતી હિંસક ઘટના 

ગઈકાલે અમદાવાદના ગોતમીપુરમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન આપના કાર્યકરે ગોમતીપુર વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ પવન તોમર પર છરી વડે હુમલો કર્યો હતો. ભાજપનો કાર્યકર ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 


અહિંસા પ્રેમી બાપુના ગુજરાતનું રાજકારણ સમય મુજબ બદલાઈ રહ્યું છે. રાજકારણ વધુ હિંસક થતું જોવા મળી રહ્યું છે. આવી રીતે ગાંધીના ગુજરાતમાં હુમલાઓ થતાં રહે છે તે ચિંતાનો વિષય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની હિંસક લગાઈ રાજનીતિમાં પણ અલગ પગદંડી બનાવી રહી છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.