વડોદરામાં ભાજપના 2 કાર્યકર પર જીવલેણ હુમલાનો કથિત વીડિયો વાયરલ, સારવારમાં સચિનનું થયું હતું મોત


  • Published By :
  • Published Date : 2023-07-28 22:14:00

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલ પર બે દિવસ પહેલા રાત્રીનાં સમયે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. વાહન પાર્કિંગની જૂની અદાવતમાં ભાજપના સક્રિય કાર્યકરો પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સચિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે સચિન ઠક્કરની પત્નીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે હત્યા કરનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.


હત્યાનો વીડિયો વાયરલ


વડોદરા શહેરમાં જૂની અદાવતમાં ભાજપનાં કાર્યકર સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલ પર બે દિવસ પહેલા રાત્રીનાં સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે અસામાજીક તત્વો દ્વારા સચિન ઠક્કરને માથાનાં ભાગે હોકી તેમજ બેઝબોલનાં ફટકા બે શખ્શો મારી રહ્યા હતા. આજે આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે વાયરલ વીડિયોનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  


ઘાયલ પ્રિતેશ પટેલ સારવાર હેઠળ


સચિન ઠક્કર તેમજ પ્રિતેશ પટેલને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સચિન ઠક્કરનું ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે પ્રિતેશને માથાનાં ભાગે ઈજાઓ થતા હાલ તે ભાનમાં નથી.  


ત્રણેય આરોપીની કરાઈ ધરપકડ


સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે વીડિયોનાં આધારે ત્રણ શખ્શોની ધરપકડ હાથ ધરી હતી. જેમાં પોલીસે પાર્થ બાબુલ પરીખ રહે. ગંગોત્રી એપાર્ટમેન્ટ, વાસિપ ઉર્ફે સાહિલ ઈકબાલ અજમેરી રહે. નાગરવાડા, સૈયદપુરા, વડોદરા તેમજ વિકાસ લોહાણા રહે. વ્હાઈટ વુડાના, વડોદરા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. 


શું હતી સમગ્ર ઘટના?


વડોદરામાં માથાભારે તત્વો દ્વારા ભાજપના એક સંનિષ્ઠ કાર્યકર ભાજપના કાર્યકર સચિન ઠક્કર નું સરેઆમ લાકડીના ફટકા મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શહેરના વાસણા રોડની સુક્રુતિ સોસાયટીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વેપાર કરતાં ભાજપના કાર્યકર સચિન ઠક્કર તા.25મી એ રાત્રે તેમના કઝિન પ્રિતેશ સાથે રેસકોર્સ વિસ્તારની મિર્ચ મસાલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. તે દરમિયાન કાર પાર્ક કરવા બાબતે 15 દિવસ પહેલા થયેલી તકરારની અદાવત રાખી માથાભારે નબીરા પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગરિતોએ હુમલો કરતા બંને લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...