2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 182માંથી ભાજપે 156 સીટો પર ભાજપે વિજયી મેળવ્યો છે. આટલા વર્ષોમાં ભાજપે પોતાની પાર્ટીને હિંદુઓની પાર્ટી તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમુક અંશે સફળ પણ થઈ છે. ત્યારે ગુજરાતમાં આવેલા યાત્રાધામોની ચર્ચા કરીએ ક્યાં કયા પક્ષે વિજયી મેળવ્યો છે. ગુજરાતમાં અનેક સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે. જેવા કે ડાકોર, અંબાજી, દ્વારકા,સોમનાથ, પાવાગઢ સહિતના યાત્રાધામોનો સમાવેશ થાય છે.
સોમનાથ અને અંબાજી તીર્થયાત્રાની બેઠક પર કોંગ્રેસનો વિજય
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના વિમલ ચૂડાસમાએ સોમનાથની બેઠક પર વિજય મેળ્યો છે. માત્ર 922 મતોથી તેમણે ભાજપના માનસિંગ પરમારને અને આપના ઉમેદવાર જગમાલ વાળાને પરાસ્ત કર્યા છે. ઉપરાંત અંબાજી યાત્રાધામની બેઠક એટલે કે દાંતા વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ઉમેદવાર લાધુપારધીને 6000 જેટલા મતોથી પરાસ્ત કર્યા છે.
ચોટીલા, દ્વારકા સહિતની બેઠકો પર લહેરાયો કેસરિયો
આ ઉપરાંત ચોટીલા,પાવાગઢ, દ્વારકા, ડાકોર, શામળાજી, ઊંઝા,ગીરનાર, પાલીતાણા સહિતની બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સુરેન્દ્રનગર ખાતે આવેલું યાત્રાધામ ચોટીલામાં ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કપરાડાની હાર થઈ છે.
દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો છે. આ ભેઠક પરથી કોંગ્રેસે મુળુભાઈ આહિર અને આમ આદમી પાર્ટીના લખમણ નકુમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હાલોલમાં આવેલા પાવાગઢમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જયદ્રતસિંહ પરમારનો વિજય થયો છે. ડાકોરમાં પણ ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે. શામળાજીમાં પણ ભાજપને જીત મળી છે. ભાજપના ઉમેદવાર પીસી બરંડાનો વિજય થયો છે.
ઉંઝા બેઠક પર પણ ભાજપના ઉમેદવારનો થયો વિજય
ગુજરાતની ચૂંટણીમાં ઉમીયા માતાનું મંદિર ઉંઝાને મહત્વનું સ્થાન ગણવામાં આવે છે. આ બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો વિજય થયો છે. જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાનો વિજય થયો છે. જ્યારે બેચરાજીમાં પણ ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની જીત થઈ છે.