સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર ભાજપમાંથી હર્ષ સંઘવી ઉમેદવાર છે અને આમ આદમી પાર્ટીમાંથી પીવીએસ શર્મા ઉમેદવાર છે. બંને નેતાના ઉમેદવારોએ એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષના કાર્યકર્તાઓ જ્યારે રેલી કરી રહ્યા હતા ત્યારે સામસામે અથડાઈ ગયા હતા અને એકબીજા સામે વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે બંને પક્ષના કાર્યકર્તાઓએ એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
મજૂરાઃ હર્ષ સંઘવી Vs પીવીએસ શર્મા
હર્ષ સંઘવી મજૂરા વિધાનસભાથી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી પણ છે. તેમણે વર્ષ 2017માં INCના અશોક મોહનલાલ કોઠારી સામે ચૂંટણી લડી હતી. આ વિધાનસભા ચૂંટણીમાં હર્ષ સંઘવીએ કુલ 1 લાખ 16 હજાર મત મેળવ્યા હતા અને 85 હજારથી વધુ મતોથી ધારાસભ્ય બન્યા હતા. આમ આદમી પાર્ટીના આયાતી ઉમેદવાર પીવીએસ શર્મા અગાઉ ભાજપમાં હતા. ભાજપમાંથી ટિકિટની ટકટકના કારણે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.