ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને ઉતાર્યા પ્રચાર મેદાનમાં, કેજરીવાલે સાધ્યું નિશાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 13:40:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ રાજ્યનો પ્રવાસ કરી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. આ વખતે ત્રિપાંખિયો જંગ છે એટલે રાજનેતા વધુ સતર્ક બન્યા છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઝંપવાવ્યું હોવાથી ચૂંટણી રસપ્રદ બની છે. રાજ્યની જનતાની નાડ પારખી ગયેલી ભાજપે તો પ્રચાર અભિયાન માટે કેન્દ્રિય મંત્રીઓની મોટી ફોજ ઉતારી છે. જો કે રાજ્યમાં જે પ્રકારે ભાજપ વિરોધી જનાક્રોસ જોવા મળી રહ્યો છે તે જોતા લોકો આ કેન્દ્રિય મંત્રીઓને કઈ રીતે આવકારે છે તે જોવાનું છે. 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી મળી રહેલા પડકારનો સામનો કરવા ભાજપે 12 કેન્દ્રિય મંત્રીઓને પ્રચાર અભિયાનમાં ઉતાર્યા છે. આ મંત્રીઓ 10 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ મંત્રીઓમાં મીનાક્ષી લેખી,,બી.એલ વર્મા, વિરેન્દ્ર કુમાર,સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ,અજય ભટ્ટ,ભુપેન્દ્ર યાદવ,કિરણ રિજીજુ, પ્રતિમા ભૌમિકભાનુ ,પ્રતાપ સિંહ વર્મા,અર્જુન મુંડા,ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે.


કેજરીવાલે ટ્વીટ દ્વારા ભાજપ પર કર્યો કટાક્ષ


ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે એક સાથે 12 કેન્દ્રીય મંત્રીઓ કામે લગાડ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, ખબર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ એક-એક કેન્દ્રિય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને ડ્યૂટી લગાવી રહી છે. ભાજપને આટલો બધો ડર શા માટે? આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જે ભાજપથી નારાજ છે અને એટલે જ હવે ઝડપથી ‘AAP’માં જોડાઈ રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?