ગુજરાતવિધાન સભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાત ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ આ બેઠકમાં ભાગ લેવા બુધવારે સાંજે જ અમદાવાદ આવી ગયા હતા. શાહ ત્રણેય દિવસ અહીં જ રોકાઇને તમામ બેઠકો પરના સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરશે. આ અગાઉ તેમણે માત્ર 25 ટકા ચહેરા બદલાશે તેવું કહ્યું હતું, તો ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ઘણાં ચહેરાં બદલાઈ જશે તેવી વાત કરી છે.
હવે આ બેઠક પછી કયા ચેહરા સામે આવશે એ જોવાનું રહ્યું અને કયા ચેહરા રિપીટ થશે કે નવા ચેહર સામે આવશે એ આજની બેઠક પછી ખ્યાલ આવશે. .આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહપ્રભારી સુધીર ગુપ્તા હાજર રહેશે. સવારે દસ વાગ્યાથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર અલગ-અલગ લોકસભા મતક્ષેત્ર કે જિલ્લા હેઠળ આવતી વિધાનસભા બેઠકો માટેની ચર્ચા થશે. બેઠકમાં નિરીક્ષકોને પણ શાહ સહિતના નેતાઓ સાંભળશે અને તેમનો અભિપ્રાય પણ સામેલ કરશે.