વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા વિવાદ બહાર આવી રહ્યા છે. ગોપાલ ઈટાલીયાનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દ વાપરતા બીજેપીએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. પત્રકાર પરિષદ કરી ભાજપે વડાપ્રધાન વિરૂદ્ધ બોલવામાં આવેલા અપશબ્દનો ચલાવી નહીં લેવામાં આવે. ગોરધન ઝડફિયાએ આપની આ પ્રકારની માનસિકતાને દેશવિરોધી ગણાવી છે.
આપના નેતાઓને આપી ચેતવણી
ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. ચૂંટણી નજીક આવતા આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બધા વચ્ચે ગોપાલ ઈટાલીયાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે દેશના વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. ગોપાલ ઈટાલીયાએ PM પદની ગરિમાને લાંછન લગાવતા શબ્દો વાપર્યા છે.
પ્રધાનમંત્રી કોઈ એક પક્ષના નહીં પરંતુ આખા દેશના હોય છે. તેમના આ શબ્દોથી AAPની માનસિકતા છતી થઈ છે. જે બાદ ભાજપે પત્રકાર પરિષદ કરી આપના નેતાને ચેતવણી આપી હતી. ભાજપે પત્રકાર પરિષદમાં ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વધુમાં ઝડફિયાએ કહ્યું કે બે દિવસ અગાઉ દિલ્હીના મંત્રીનો વિડીયો વાઈરલ થયો ત્યારે કોઈ પ્રતિક્રિયા ન આપી. જ્યારે હવે ઈટાલિયાનો વિડીયો વાયરલ થયો તો રાઘવ ચઢ્ઢઆએ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા અને ગોપાલભાઈનો બચાવ કર્યો છે, જે યોગ્ય નથી.