ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ તેમના મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ દ્વારા 166 જેટલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓની લાયકાત ખુબ ઓછી છે, પણ તે રાજકારણમાં ખુબ જ સફળ રહ્યા છે. રાજ્યના ગુહરાજ્યમંત્રી અને સુરત મજૂરાના ઉમેદવા હર્ષ સંઘવી માત્ર 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે ઉપરાંત સુરત ભાજપનાં કાંતિ બલર ધોરણ-7, કિશોર કાનાણી ધોરણ-9 ભણ્યા છે. ભાજપના ઘણા એવા નેતાઓ છે જેમણે એસએસસી સુધી પણ અભ્યાસ કર્યો નથી. સુરત, અમદાવાદ અને રાજકોટના ઉમેદવારો પૈકી 10 ઉમેદવાર માત્ર 10 સુધીનો અભ્યાસ કર્યો છે.
અભ્યાસમાં 'નાપાસ' પણ રાજનીતિમાં 'પાસ' ઉમેદવારો