ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 4 જિલ્લા પ્રમુખોની કરી હકાલપટ્ટી, બે સંગઠનો વિખેર્યા


  • Published By :
  • Published Date : 2023-02-13 17:50:28

ગુજરાત વિધાનસભામાં ભાજપે 156 સીટો જીતીને વિરોધ પક્ષો સહિત સામાન્ય માણસને પણ ચોંકાવી દીધો છે. જો કે તેમ છતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાર્ટીના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. સી આર પાટીલ આગામી લોકસભાની ચૂંટણીને લઈ આગોતરી તૈયારીમાં લાગ્યા છે. પાટીલે કેટલાક જિલ્લામાં નબળું પ્રદર્શન કરતા સંગઠનને વિખેરી નાખવાની આકરી કાર્યવાહી કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે શિસ્ત ભંગના પગલા ભરતા આજે બે જિલ્લાના સંગઠનને વિખેરી નાખ્યા છે. 


બે જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી


સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા બે જિલ્લા સંગઠનને વિખેરી નાખ્યું છે. શિસ્તભંગની આકરી કાર્યવાહી કરતા ભાજપે બનાસકાંઠા અને દ્વારકાનું સંગઠન વિખેરી નાખ્યું છે. તે ઉપરાંત  4 જિલ્લા પ્રમુખની પણ હકાલપટ્ટી કરી છે.  


શા માટે કાર્યવાહી?


બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતી વિખેરી નાખવામાં આવી તેનું મુખ્ય કારણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતા છે. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટું કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9 માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે જિલ્લામાં અનેક પડકારો હતા. દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સામે સમગ્ર સંગઠનને વિખેરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિને અયોગ્ય કામગીરીના લીધે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા.


સંગઠનમાં નવી નિમણૂક કરાઈ


ભાજપ દ્વારા બનાસકાંઠાના નવા જીલ્લા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકા મયુરભાઇ ગઢવી, અમરેલી રાજેશ કાબરીયા,સુરેન્દ્રનગરમાં હિતેન્દ્ર ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...