સુરેન્દ્રનગરમાં આયોજીત ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી બેઠકનું સમાપન, જાણો શું રણનીતિ ઘડાઇ


  • Published By :
  • Published Date : 2023-01-24 20:28:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ હવે પાર્ટીની નજર 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. ભાજપે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાસ બેઠક યોજી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને સંગઠનમાં ફેરફારો કરવા સહિતના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.


બે દિવસની બેઠકમાં શું ચર્ચા થઈ?


સુરેન્દ્રનગરમાં યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ હતો. કારોબારી બેઠકના આ સમાપન દિવસે પાર્ટીના નેતાઓએ વર્ષ 2024માં યોજાનારી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ સીટો પર વિજયી બનાવવા અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના એક એક કાર્યકર્તાઓ જનતાની સેવામાં કઈ રીતે સહયોગી થઈ શકે તે બાબતની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત લોકસભામાં ભાજપને ઐતિહાસીક જીત અપાવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવા અને બુથ લેવલ પરની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ઉપાયો, સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


600થી વધુ નેતાઓએ ભાગ લીધો  


ગુજરાત પ્રદેશ ભાજપની આ કારોબારી બેઠક પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સંગઠનના પદાધિકારીઓ સહિતના લગભગ 600થી વધારે રાજકીય આગેવાનો અને અગ્રણી કાર્યકરો હાજર રહ્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?