આજથી ભાજપે ચૂંટણી પ્રચારની શરૂવાર કરી , ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો પ્રારંભ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 13:01:30



વિધાનસભા ચૂંટણીનું સંખનાદ વાગી ચૂક્યું છે હવે તમામ પક્ષ વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપનું અભિયાન આજથી શરુ થઇ રહ્યુ છે. ગાંધીનગરમાં કમલમ પરથી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થશે. ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ થવાનો છે. ચૂંટણી અભીયાન આજથી શરૂ થઈ જશે . ભાજપ જુદી જુદી રીતે પોતાના પક્ષનો પ્રચાર કરશે. ઘરે ઘરે પહોંચીને, સોશિયલ મીડિયાના માધ્યમથી, પત્રિકાઓના વિતરણ વગરે દ્વારા આજથી ભાજપ પ્રચાર શરુ કરશે.


ચૂંટણી જાહેર થતાજ તમામ રાજકીય પક્ષોની કામગીરીમાં બમણો વેગ આવી ગયો છે. ત્યારે આજે ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધી છે . આગામી 10 દિવસ આ અભીયાન ચાલશે . આ અભિયાનમાં લોકોને ગુજરાતમાં કેવા પ્રકારનો બદલાવ જોઇએ છે. તે પુછવામાં આવશે. સરકાર પાસેથી પ્રજાને શું અપેક્ષા છે તે પણ પુછવામાં આવશે. પ્રચાર અને પ્રસાર માટે ભાજપે તેના તમામ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપ આજથી ચૂંટણી અભિયાનથી શરુ કરી જનતાનો અભિપ્રાય લેશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાજપ પ્રચાર પ્રસાર કરી લોકોના અભિપ્રાય મેળવશે. અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટીના માધ્યમથી પણ અભિપ્રાય લેવામાં આવશે.



ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર પસંદગીની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે જેમાં ભાજપ  ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં 58 બેઠકો ઉપર મંથન કરવામાં આવ્યું. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?