2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને અનેક કાર્યો કરવામાં આવી રહી છે, ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે અને તમામ સીટ પર કેસરિયો લહેકાય તે માટે પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કાર્યાલયોનું ઉદ્ધાટન કરવામાં આવશે અને અલગ અલગ નેતાઓને આ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
જે.પી.નડ્ડાએ મધ્યસ્થી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન!
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર લોકસભા સીટને અનુલક્ષી બનાવવામાં આવેલા કાર્યાલયનું ઉદ્ધાટન જે.પી.નડ્ડાએ કર્યું છે. એવી માહિતી પણ સામે આવી છએ કે રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરવામાં આવેલા કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન સી.આર.પાટીલ દ્વારા કરાયું. મહત્વનું છે કે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ભાજપની તમામ લોકસભા સીટો પર જીત થાય તે હેતુથી આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે.
ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil pic.twitter.com/SOoujzQsqD
— BJP Gujarat (@BJP4Gujarat) January 23, 2024
સી.આર.પાટીલે કહી આ વાત
ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil pic.twitter.com/SOoujzQsqD
મળતી માહિતી અનુસાર અલગ અલગ નેતાઓને અલગ અલગ સીટ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યાલયના ઉદ્ધાટન વખતે સી.આર.પાટીલે સંબોધન કરતી વખતે જણાવ્યું કે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તે ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે પાંચ લાખથી વધારે વોટથી દરેકેદરેક લોકસભા જીતવી છે.