ભાજપે મહુવામાં શિવાભાઈ ગોહિલની ટિકિટ પાછી ખેંચી, બાબુ જોડિયા કે વલ્લભ જોડિયાના નામની ચર્ચા


  • Published By :
  • Published Date : 2022-11-12 12:28:43

વિધાનસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે બીજેપીએ પોતાના 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જો કે કેટલીક સીટોમાં નવા ઉમેદવારોના નામ જાહેર થયા બાદ વિરોધ પણ જોવા મળ્યો હતો. જેમ કે ભાજપે મહુવા વિધાનસભા માટે તેના ઉમેદવાર શિવા ગોહિલને ફોર્મ ભરવાની ના પાડી દીધી છે તેથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે.


શા માટે શીવાભાઈ ગોહિલનું પત્તુ કપાયું?


મહુવામાં નવા ચહેરા તરીકે શીવાભાઈ ગોહિલનું નામ જાહેર થતા ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થયો હતો. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાની ટિકિટ કપાતા તેમના સમર્થકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. મહુવા શહેર ભાજપ સંગઠન, ગ્રામ્ય સંગઠન, શહેર યુવા મોરચો તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો સહિતના ભાજપના કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી સામૂહિક રાજીનામાં આપ્યા છે. વર્તમાન ધારાસભ્ય આર.સી મકવાણાના સમર્થનમાં 400થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા છે. ભાજપના યુવા કાર્યકરો તેમજ હોદ્દેદારોના રાજીનામાં ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાને આપ્યાં હતા.


બાબુ જોડિયા કે વલ્લભ જોડિયાના નામની ચર્ચા


ભાજપે શીવાભાઈ ગોહિલને ફોર્મ ન ભરવાની સૂચના આપી દીધી છે. શિવાભાઈને તો મોં સુધી આવેલા કોળિયો છિનવાઈ ગયો છે. મહુવા ભાજપમાં ભડકો થતાં ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. શિવાભાઈની જગ્યાએ હવે બાબુ જોડિયા કે વલ્લભ જોડિયાના નામની ચર્ચા જોર પર છે. આ બે નેતાઓમાંથી ભાજપ હવે કોને ઉમેદવાર બનાવે છે તેના પર સૌની નજર છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?