2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં લઈ પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે ગુજરાતમાં પણ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. આગામી લોકસભામાં ભાજપના ફાળે 26માંથી 26 બેઠકો જાય તે માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.આ બધા વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર ખાતે ભાજપની એક બેઠક યોજાવાની છે.આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેવાના છે. આ બેઠકમાં સામેલ થવા માટે માત્ર 52 નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ આવ્યું એક્ટિવ મોડમાં
ભાજપ પોતાના પ્લાનિંગને લઈ ચર્ચામાં રહેતી હોય છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે ભાજપ રણનીતિ સાથે આગળ વધે છે. નાનામાં નાની ચૂંટણી કેમ ન હોય પરંતુ તે ચૂંટણીને જીતવા માટે પણ ભાજપ પ્લાનિંગ કરે છે. ત્યારે આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપની સરકાર ફરી એક વખત કેન્દ્રમાં બને તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીને જીતવા રાજકીય પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ઈલેક્શનને ધ્યાનમાં રાખી પીએમ મોદી સાઉથના પ્રવાસે અનેક વખત જઈ રહ્યા છે. સાઉથને કવર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આજે પણ ગાંધીનગર ખાતે ચૂંટણીને ધ્યાનમાં રાખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર ગણતરીના અને આમંત્રિત નેતાઓ હાજર રહેશે.
ગાંધીનગર ખાતે યોજાશે પાર્ટીના દિગ્ગજ નેતાઓની મિટીંગ
ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. 26એ 26 સીટો પર ભાજપની જીત થાય તેવી આશા અનેક વખત સી.આર.પાટીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ બેઠકો જીતવા માટે ભાજપે પ્લાન શરૂ કરી લીધો છે જે અંતર્ગત બેઠકો પણ શરૂ થઈ ગઈ છે. આજે ગાંધીનગર ખાતે મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં 52 જેટલા નેતાઓ જ હાજર છે. આ બેઠકમાં ચૂંટણીને લઈ વિસ્તૃત ચર્ચા થશે. મળતી માહિતી અનુસાર આ બેઠકમાં રાજ્ય સરકારના 10 મંત્રીએ અને પ્રદેશના સીનિયર આગેવાનો સહિત 50 જેટલા મંત્રીએ હાજર રહેશે.
આ નેતાઓ બેઠકમાં રહેશે હાજર
મળતી માહિતી અનુસાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં હાજર હશે. તે ઉપરાંત મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી બાવળીયા પણ સામેલ થશે. મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મંત્રી આર સી ફળદુ રહેશે હાજર. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે.મહત્વનું છે કે આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના છે. કમલમમાં યોજાવાની જગ્યાએ આ બેઠક પથિકાશ્રમમાં યોજાવાની છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીને લઈ અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી ગઈ છે.