દીવા તળે અંધારું! રાજકોટમાં પોલીસ સ્ટેશન નજીક ભાજપના યુવા મંત્રીએ કર્યું હવામાં ફાયરિંગ! જાણો કઈ વાત પર ઉશ્કેરાઈ ગયા મંત્રી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-08 12:00:50

રાજ્યમાં અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે બે રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગ શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તિનગર પાસે યુવા નેતાએ ફાયરિંગ કર્યું હતું અને મહત્વની વાત એ છે કે થોડા દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. જે યુવા નેતાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમનું નામ કરણ સોરઠિયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.


ઉશ્કેરાઈને નજીવી વાતને ધ્યાનમાં રાખી કર્યું ફાયરિંગ!   

જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકોમાં જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટથી બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં ભાજપના એક યુવા મંત્રીએ નજીવી વાતને લઈ મંગળવાર રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાહેર શૌચાલયના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન બોલાચાલી થઈ તે દરમિયાન શૌચાલચને કર્મચારી બંધ કરતા હતા. આસપાસના લોકોએ મામલાને શાંત પાડવાની કોશિશ પણ કરી પરંતુ મામલો શાંત ન થયો. પરંતુ ઉશ્કેરાયેલા કરણ સોરઠિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું.       

કારમાં રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રીની પ્લેટ.

પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ભાજપના મંત્રીએ કર્યું ફાયરિંગ! 

આ મામલે ચોંકાવનારી વાત એ છે કે થોડા અંતરે જ પોલીસ સ્ટેશન આવેલું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી. મળતી માહિતી અનુસાર ભક્તિનગર પોલીસે કરણ સોરઠિયાની અટકાયત પણ કરી લીધી છે. પોલીસે જે ગાડી કબજે કરી છે તે કારમાં 'મંત્રી' રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું છે. નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ મામલે શું અપડેટ આવે છે તે જોવું રહ્યું.


ફાયરિંગ નશાની હાલતમાં કર્યું!  

એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં લોકો ગુન્હો કરી લેતા હોય છે. આ ઘટનામાં પણ નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તો તે ગંભીર વાત છે. કારણ કે નશાની હાલતમાં રહેલા વ્યક્તિને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે. કરણ સોરઠિયાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં આ ફાયરિંગ કર્યું હોય તેવું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ જ્યારે ભાજપના કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે માત્ર એક સામાન્ય બાબત પર ફાયરિંગ થઈ છે. સ્વરક્ષણ માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વાત જાણે કોર્પોરેટર કરતા હોય તેવું લાગી રહ્યું છે. 


પોલીસ આ મામલે લેશે કડક પગલાં?

અહિંયા પ્રશ્ન એ થાય કે જો સ્વરક્ષણ માટે ફાયરિંગ કરી દેવાનું? સ્વરક્ષણ માટે ફાયરિંગ કરવું કેટલું યોગ્ય? ત્યારે રાજ્યમાં વધતી ફાયરિંગની ઘટના સહિતના સવાલોના જવાબ પોલીસ અને તંત્ર આપે તો સારું બાકી હમેશાની જેમ હાથ ઊંચા કરી દેશેતો ફરીથી આવી ઘટનાઓ પુનરાવર્તિત થતી રહેશે તેવું લાગે છે.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?