કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં BJPની જીત, ખેડૂત પેનલના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય


  • Published By :
  • Published Date : 2023-12-06 17:25:04

મહેસાણાના કડી માર્કેટ યાર્ડની 10 બેઠકોની યોજાયેલી સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપે તમામ 10 બેઠકો પર જીત મેળવી લીધી છે. આમ ભાજપે ફરી એકવાર કડી માર્કેટયાર્ડમાં ભાજપની સત્તા યથાવત રહી છે. આમ તો સામાન્ય રીતે કડી માર્કેટયાર્ડમાં ચૂંટણી બીનહરીફ રહેતી હોય છે. પરંતુ આ વખતે 90 ઉમેદવારો મેદાને પડતા ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. મહેસાણાના કડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની 10 બેઠક પર મંગળવારના રોજ મતદાન થયું હતું. પરિણામ અગાઉ ભાજપ સમર્થિત ઉમેદવારોએ પોતાની જીતના દાવાઓ કર્યા હતા. કડી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠક માટે 93 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપના 10 અને કૉંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. કડી યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણ સંઘની એક મળી કુલ 5 બેઠક પર ઉમેદવારો બિનહરીફ થયા છે.     


93 ટકા મતદાન થયું હતું


મહેસાણા કડી APMCના ખેડૂત વિભાગ 10 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકાની કુલ 69 મંડળીઓના 789 મતદારોમાંથી 728 મતદારોએ મતદાન કરતાં 93 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી માં કુલ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાં ભાજપના 10 કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. APMCની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે.         


નીતિન પટેલે કરી હતી આ સ્પષ્ટતા   


મહેસાણા જિલ્લાના કડી APMCની ચૂંટણી મામલે નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે,  "હું કડી યાર્ડનો ચેરમેન નહીં બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે. એટલું જ નહીં, અહીં નીતિન પટેલે  એક સ્ફોટક નિવેદન પણ આપ્યું હતું.  નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું.   તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે. કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?