TET-TAT પાસ ઉમેદવારોના સમર્થનમાં હવે ભાજપની જ વિદ્યાર્થી પાંખ ABVPએ સરકાર સામે બાંયો ચડાવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયકોની 11 મહિનાની કરાર આધારિત ભરતીનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ વિરોધમાં ABVP પણ જોડાઈ છે. આજે ABVP એ મહેસાણા કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યુ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ
ગુજરાત સરકાર TET અને TATના વિદ્યાર્થીઓની કરાર આધારિત શિક્ષકોની ભરતી કરે છે અને તેમાં ભારત નું ભાવિ એવા યુવાનોનું શોષણ થતું હોવાનો સુર ઉઠવા પામેલો છે..આ બાબત ને ધ્યાનમાં રાખી મહેસાણા ABVPએ આજે ન્યાય હુંકાર રેલી યોજી વિરોધ નોંધાવ્યો છે મહેસાણા ABVPએ છાત્ર શક્તિના ભવિષ્યને વાચા આપવા ગુજરાત સરકારની શિક્ષક ભરતી માટેની જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગણી પણ કરી છે.ભારત ના ભવિષ્ય અને વિદ્યાર્થીઓના ન્યાય માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી બંધ કરવા અને જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ સાથે આજે મહેસાણા ABVPએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે