ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો પોતાની રીતે જીતવા માટેની મહેનત કરી યોજનાઓ બનાવી રહ્યા છે. બોટાદ જિલ્લાના ભાજપના મહામંત્રી પોપટ અવૈયાએ માહિતી આપી હતી કે ગૌરવ યાત્રા બોટાદ જિલ્લામાંથી પસાર થશે.
ગઢડા ખાતે કાર્યક્રમમાં માનવ કીડીયારું ભરાશે
આવતીકાલે બપોરે અઢી વાગ્યે નાગનેસ ગામે ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થશે. આવતીકાલની ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય કક્ષાના ભાજપના નેતાઓ પણ હાજર રહેશે. ભાજપની બે દિવસની ગુજરાત ગૌરવ યાત્રામાં ગઢડા ખાતે 10 હજાર લોકોની સભાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા રોહિશાળા ગામથી ભાવનગરમાં પ્રવેશ કરશે.