BJPનું Bharuch Loksabha માટે નવું સમીકરણ, Chaitar Vasava સામે બીજા Adivasi નેતા!


  • Published By :
  • Published Date : 2024-02-07 14:29:22

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે પણ ભાજપ સત્તામાં આવે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. સામ દામ દંડ ભેદની રાજનીતિ અત્યારથી જ અપનાવામાં આવી રહી હોય તેવું લાગે છે. અનેક વખત નિવેદનો આપવામાં આવતા હોય છે કે પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાની છે. જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તેમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભાજપ આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર નવા આદિવાસી ચહેરાને ઉતારવા જઈ રહ્યું છે. હર્ષદ વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાઈ શકે છે તેવું લાગી રહ્યું છે.     


આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે કર્યા છે જાહેર 

લોકસભાની તૈયારીઓ ભાજપે અત્યારથી શરૂ કરી દીધી છે. કઈ બેઠકો પર ભાજપને વધારે મહેનત કરવી પડશે તે અંગેની વિચારણા ચાલી રહી છે. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપે વધારે મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે કારણ કે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બેઠક પર ભાજપને વાંધો ન પડે તે માટે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. આદિવાસી વોટનું ગણિત સમજી ભાજપ આગળ વધવાની રણનીતિ બનાવી રહી છે.    


હર્ષદ વસાવાને ભાજપ ઉતારશે ભરૂચ લોકસભા સીટ પરથી! 

આદિવાસી ગણિતને સમજી ભાજપ રણનીતિ બનાવી રહી છે જેને ધ્યાનમાં રાખી એક નવું ચોખટું ગોઠવવામાં આવી રહ્યું છે. એક નવા ચહેરાને ભાજપ ચૂંટણી માટે ઉતારશે તેવું હાલ લાગી રહ્યું છે. ગુજરાત આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાને ફરી ભાજપમાં જોડી દીધા છે. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે બળવો કરી અને વર્તમાન ધારાસભ્ય દર્શના દેશમુખ સામે તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને જેને લઈ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાર્ટીમાંથી તો સસ્પેન્ડ કરી દેવાયા હતા પરંતુ ફરીથી તેમને ભાજપમાં જોડી દેવાયા છે. નર્મદા જિલ્લાના નાદૂદ વિધાનસભા વિસ્તારથી 2000થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે અને કોની સાથે તો હર્ષદભાઈ સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હાજરીમાં આ બધા જ લોકો ભાજપમાં જોડાયા છે. 


ભાજપમાં આગામી દિવસોમાં થઈ શકે છે આંતરિક ડખા

હવે આને આપણે શું કહી શકીએ કારણ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ભાજપમાં લઈ રહી છે તો બીજી બાજુ જે સીટ એમને એવું લાગે છે કે અહીંયા ડખો થઈ શકે એ સીટ પર પણ પોતાનું ગણિત બેસાડી રહી છે. એટલે હવે ભરૂચમાં વર્ષોથી આપણે મનસુખ વસાવાને જોતા આવીએ છીએ તેમની જગ્યાએ હવે હર્ષદ વસાવા દેખાઈ શકે છે. ભરૂચમાં હવે નવા વસાવા વર્સીસ વસાવાની જંગ શરૂ થઈ શકે છે. ભાજપમાં જોડાયા બાદ હર્ષદ વસાવાએ અનકે દાવાઓ કર્યા હતા. 


વેલકમ પાર્ટીમાં ગેરહાજર દેખાયા હતા દર્શના દેશમુખ 

ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય બધુ વિચારીને જ લીધો હશે. માની લઈએ પણ હર્ષદભાઈ જ્યારે ફરીથી ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપમાં આંતરિક ડખો થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. કારણ કે હર્ષદભાઈ બળવો કરી અને જેની સામે મેદાને ઉતર્યા હતા એ દર્શના દેશમુખ જ્યારે આ વેલકમ પાર્ટી હતી ત્યારે ગેરહાજર દેખાયા હતા. એટલે લાગી રહ્યું છે કે હર્ષદભાઈ અને દર્શનાબેનનો 36નો આંકડો છે અને જો આવી રીતે  કોઈ ધારાસભ્ય અને નેતા વચ્ચે ડખા ચાલતા હોય તો પછી ભાજપના આંતરિક ડખા આગળ જતા બધાની સામે પણ આવી જતા હોય છે! 


ચૂંટણીના પરિણામો બતાવશે ભાજપનો આ પ્લાન સફળ થયો કે નહીં..!

ભાજપે સમીકરણો તો ગોઠવી દીધા છે ભરૂચમાં કોઈપણ તકલીફ ન પડે. આદિવાસી નેતાઓ અને આદિવાસી વોટની ગણતરી પણ કરી દીધી છે ત્યારે ચૈતર વસાવા સામે ભાજપનો આ પ્લાન પડકાર ઉભો કરે છે કે નહીં એ જોવાનું રહ્યું.  



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .