ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચારની નવી નવી રીત શોધી રહ્યા છે ત્યારે ભાજપ પોતાની સત્તા અકબંધ રાખવા પ્રયાસ કરી રહ્યા છે
ભાજપ મતદારોને આકર્ષવા માટે નવું ચૂંટણીલક્ષી અભિયાન શરુ કરવા જઇ રહ્યું છે. ભાજપ 'હું ખુશ છું'ના સૂત્ર સાથે અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.
શું છે અભિયાન ?
'હું ખુશ છું'ના સૂત્ર સાથે ભાજપ અભિયાન શરૂ કરશે. ચૂંટણી માટે ભાજપ હેપ્પીનેસ અભિયાન ચલાવશે અને તેના દ્વારા ભાજપ સરકારની 20 વર્ષની સિદ્ધિઓની ટેગલાઈન સાથે અભિયાન ચલાવાશે. ગુજરાતમાં ભાજપ સરકારે કરેલા વિકાસની પ્રત્યેક વાતો સાથે 'હું ખુશ છું' ટેગલાઇન મુકવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ભરપૂર પ્રચાર !!
ભાજપ ચૂંટણી પ્રચારમાં રોજ નવા પ્રયોગ કરી રહ્યું છે. હવે વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયામાં પણ જોરદાર પ્રચાર કરી રહ્યું છે. અગાઉ ભાજપે લોકોના અભિપ્રાય જાણીને પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું એલાન પણ કર્યું છે અને તેના માટે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન પણ શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ માધ્યમો થકી લોકો પોતાના સૂચન આપી શકશે અને તે મુજબ ભાજપનો મેનિફીસ્ટો તૈયાર કરવામાં આવી રહ્યા છે.