દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે ભાજપ આઝાદીના સમયે જન્મેલા એટલે 75 વર્ષની ઉમરે પહોંચેલા નેતાઓને હવે સક્રિય રાજકારણથી આઝાદ કરી રહ્યા છે. 75 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ભાજપ ટિકિટ નહીં આપે હાલ 11 જેટલા ધારાસભ્યોને ટિકિટ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે.
અત્યારે તો ભાજપમાંથી એક બેઠક પર ટિકિટ મેળવ્યા હજારો દાવેદારોએ દાવેદારી નોંધાઈ છે ત્યારે ભાજપે બે ખાસ ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા જેમાં એક છે નેતાના પુત્રો, પુત્રી કે અન્ય કોઈપણ સગાને ટિકિટ અપાશે નહીં. તેમજ 75 વર્ષની વી ધરાવતા ઉમેદવારને પણ ટિકિટ નહીં અપાય ભાજપના આ નિર્ણયના કારણે અનેક નેતાઓ એવા છે જેના પદ પર સીધી અસર થઈ શકે છે . ભાજપથી ચૂંટાઈ આવેલા 5 ધારાસભ્યો એવા છે જેમની ઉમર 75 વર્ષ કે તેથી વધુ છે. આવા ધારસભ્યોને ટિકિટ મળી શકે તેમ નથી. અને બીજા નિયમ પ્રમાણે તેઓ પોતાના પુત્ર અને પરિવાર માટે પણ ટિકિટ માંગી શકે નહીં.
BJPના આ MLAની ઉંમર 75થી વધુ..
BJPના આ MLA 71થી 74 સુધીની ઉંમરના છે…
કયા નેતાઓને ફટકો પડશે ?
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા વર્તમાન ધારાસભ્યો એવા છે જેમની ઉંમર 75થી વધુ છે અથવા તો આસપાસ છે. તેવામાં જોવા જઈએ તો ભાજપની નવી ફોર્મ્યુલાથી આમને ટિકિટ મળવાના એંધાણ નહિવત જણાઈ રહ્યા છે. કારણ કે ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીમાં કોઈ બાંધછોડ નહીં કરાય એવું લાગી રહ્યું છે.