ઉત્તર પ્રદેશ નગર નિગમમાં ભાજપનો દબદબો! 17માંથી 17 સીટો પર ખીલ્યું કમળ! સાંભળો જીત બાદ સીએમ યોગી આદિત્યનાથે શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-13 18:55:55

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોંગ્રેસની જીત થઈ છે. બહુમતીથી કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. ત્યારે કર્ણાટકની સાથે ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. 17 નગર નિગમ સીટો માટેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. નગર નિગમની તમામે તમામ 17 સીટો પર કમળ ખીલ્યું છે. મેયર પદ પર ભગવો લહેરાયો છે. ભાજપના ખાતામાં મેરઠ તેમજ અલીગઢ સીટ પણ આવી છે જે પહેલા તેમની પાસે ન હતી.

    

17માંથી 17 સીટો ગઈ ભાજપના ફાળે!

ઉત્તરપ્રદેશમાં નગર નિગમની ચૂંટણીના પરિણામ આજે આવ્યા છે. 17 સીટો માટે મતદાન થયું હતું અને આજે તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 17 સીટો પર ભગવો લહેરાયો છે. લખનઉ, ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર નગર નિગમ માટે મતદાન થયું હતું. તે સિવાય અલીગઢ, મેરઠ. ઝાંસી, શાહજહાપુર, સહારનપુર, મુરાદાબાદ, મથુરા, ગાજિયાબાદ, બરેલી, ફિરોજાબાદ, આગરા નગર નિગમમાં ભાજપનું કમળ ખીલ્યું છે.       

જીતનો શ્રેય સીએમએ પીએમને આપ્યો!

આ ચૂંટણી માટે ભાજપ દ્વારા ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક રેલીઓ કરી હતી. ત્યારે પાર્ટી દ્વારા તેમજ સીએમ દ્વારા કરવામાં આવેલો પ્રચાર રંગ લાવ્યો છે. પાર્ટીની જીત થયા બાદ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે. આ જીતનો શ્રેય સીએમએ વડાપ્રધાન મોદીને આપ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે પોતાની સૌથી મોટી જીત હાંસલ કરી છે.     



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..