તિહાડ જેલમાં સજા ભોગવનાર સત્યેન્દ્ર જૈનનો બોડી મસાજ કરાવતો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સીસીટીવી ફૂટેજ છે જેમાં એક વ્યક્તિ બોડી મસાજ કરતો દેખાય છે. આ વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જેમાં ભાજપ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ સત્યૈન્દ્ર જૈનનું મસાજ કરી રહ્યો હતો તે દુષ્કર્મ કેસનો આરોપી છે.
વીડિયોને લઈ ભાજપે કર્યો દાવો
સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યા છે. ત્યારે સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ બોડી મસાજ કરાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈ આમ આદમી પાર્ટી પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોનો ખુલાસો આપતા મનીષ સિસોદીયાએ કહ્યું કે સત્યેન્દ્ર જૈન જેલમાં પડી ગયા હતા જેને કારણે તેમને ફિઝીયોથેરાપી આપવામાં આવી રહી છે. પરંતુ ફિઝીયોથેરાપી એસોસિયેશન દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે વધુ એક આરોપ લગાવ્યો છે. ભાજપના કહેવા પ્રમાણે જે વ્યક્તિ તેમનો મસાજ કરતો હતો તે બળાત્કાર કેસ અંતર્ગત જેલમાં સજા ભોગવી રહ્યો છે.