ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે લાલઘૂમ, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો.......


  • Published By :
  • Published Date : 2023-09-12 17:30:47

ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. જો કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમના વાકબાણો પાર્ટી માટે ચિંતાનો વિષય  બની રહ્યા છે. ‎ભરૂચના નેત્રંગ ખાતે  સોમવારે યોજાયેલી એક જાહેરસભામાં ‎મનસુખ વસાવાએ આદિવાસી પ્રમાણપત્રોના ‎મામલે નેતાઓનો ઉઘડો લીધો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ ‎પાર્ટીના ચાર નેતાઓ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનારા ગણાવ્યા હતા.


ખોટા આદીવાસી પ્રમાણપત્રો અંગે ચૂપ કેમ?

 

સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિજાતીના પ્રમાણપત્રો અંગે પણ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે‎ કહયું કે, આદિવાસી સમાજના‎ ધારાસભ્યો દર્શના દેશમુખ, ચૈતર વસાવા,‎ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને‎ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર‎ આદિવાસી નેતા છે પણ ખોટા પ્રમાણપત્રો‎ બાબતે કેમ બોલતા નથી. સાંસદ ગીતાબેન‎ રાઠવા તો રાઠવા જ નથી કે શું બીજા કોઈ‎ સમાજ ના હોય તેમ લાગે છે.‎ તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે "ખોટી રીતે બિન આદિવાસીઓએ મેળવી આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશ વસાવા, દર્શનાબેન દેશમુખ,સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ‎ ભાભોર, પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિઝર્વ બેઠક ઉપરથી ચુંટાઇ‎ આવો છો પણ આદિવાસી માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી‎ કામ કરે તેવી રજુઆતો કરો છો.‎ ભરૂચના નેત્રંગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.


વિરોધીઓને લીધા આડેહાથ


મનસુખ વસાવાએ ‎બીટીપીમાંથી આવી ભાજપની ટિકીટ પર ચૂંટણી‎ લડી ધારાસભ્ય બનેલાં રીતેશ વસાવાને કોઢ‎ ઉંદર ગણાવ્યો હતો. સાંસદે કહયું હતું કે, રિતેશ ‎વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ છોટુ‎વસાવાને પણ બદનામ કરી નાખ્યા છે અને‎ તેના કારણે છોટુ વસાવા આજે પણ દુ:ખી છે.‎ બંને નેતાઓ જેવું બિટીપીમાં કરતા હતા તેવું ‎જ ભાજપમાં કરવા માંગે છે પણ ભાજપમાં એવું ‎નહિ ચાલે સુધારી જજો. રિતેશ વસાવા અને‎પ્રકાશ વસાવાથી ઝઘડિયા તાલુકાના સંગઠન‎ના લોકો ડરે છે. રીતેશ વસાવાએ કોઢ ઉંદરની‎ માફક છોટુભાઇને કોરી ખાધા બાદ હવે ‎ભાજપને કોરી ખાવા માટે આવ્યો છે.‎ મનસુખ વસાવાએ પ્રદેશમાં અને દિલ્હીમાં તેમની સામે ષડ્યંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, 6 ટર્મથી પાર્ટી પણ જાણે છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી હુંકાર કર્યો હતો કે, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાનાં ઠીકરાં સાફ કરી નાખીશ' એમ કહી તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ લોકસભાની ચૂંટણી તો હું રમતાં રમતાં જીતવાનો છું. સૂતેલા સિંહને ન છંછેડવા અને પોતે જૂના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહ્યું હતું. મનસુખ વસાવાએ તેમની સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા પણ કહ્યું હતું. અંતમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોકો નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આવે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો. ભાજપમાં જ રહેલા પોતાના વિરોધીઓને સાંસદે તેમની ફરિયાદ કરવા પૃથ્વીલોક શું ચંદ્રલોક પર પણ જવા માટે કહ્યું હતું.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...