હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતવા ભાજપનો પ્રયાસ, જાણો હિમાચલની જનતાને ભાજપે શું આપ્યા છે વચન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-06 13:45:09

ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી ભાજપે હિમાચલ પ્રદેશ માટે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જેમાં હિમાચલ પ્રદેશના લોકોને અનેક વચનો આપવામાં આવ્યા છે. શિમલા ખાતે હાજર રહી જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યો હતો. સંકલ્પ પત્રમાં વચનો આપવામાં આવ્યા છે જેમાંથી સૌથી વધુ ફોક્સ યૂનિફોર્મ સિવિલ કોર્ડ પર કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થીનીઓ, ખેડૂતો તેમજ મહિલાઓ માટે પણ વચનો આપવામાં આવ્યા છે.


જે.પી નડ્ડા સાથે અનેક નેતાઓ હતા હાજર 

હિમાચલ પ્રદેશ માટે ભાજપે ઘોષણા પત્ર બહાર પાડી દીધું છે. આ કાર્યક્રમમાં જે.પી.નડ્ડાની સાથે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહીત અનેક હોદ્દેદારો ઉપસ્થિત હતા. ઘોષણા પત્ર પ્રમાણે રાજ્યમાં ભાજપની સરકાર બનતા જ સરકાર યૂનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવા કમિટી રચવામાં આવશે. ઉપરાંત યુવાનોને 8 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવશે. 

અનેક સુવિધાઓ આપવામાં આવશે

સંકલ્પ પત્ર પ્રમાણે દેવી અન્નપૂર્ણા યોજનાના માધ્યમથી ગરીબ મહિલાઓને વર્ષે 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. મહિલાઓ માટે સ્ત્રી શક્તિ કાર્ડ આપવામાં આવશે જેમાં હિમ કેયર કાર્ડમાં કવર ન થતી બિમારીઓ કવર કરવામાં આવશે. ગરીબ પરિવારમાં રહેતી 30 વર્ષથી વધુ ઉમરની મહિલાને અટલ પેંશન યોજનામાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત 12 જિલ્લામાં હોસ્ટેલની સુવિધા ઉભી કરવામાં આવશે. ધાર્મિક અને ફરવા લાયક સ્થળોને રસ્તા સાથે જોડવામાં આવશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?