ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જનસભાઓમાં રાજકીય પાર્ટી એક બીજા પર આક્રમક થઈ પ્રહાર કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ એક અલગ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પહેલા એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ભાજપે આપ પર પ્રહાર કરી લખ્યું કે પંજાબમાં શિક્ષકો અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી અને VIP ઉપયોગ માટે પ્લેન ભાડે લેવાની તૈયારી ચાલી રહી છે.
ટ્વિટનો જવાબ ભાજપે ટ્વિટ થકી આપ્યો
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં એકદમ વ્યસ્ત બની છે. આપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જનસભા દરમિયાન દરેક પાર્ટી પોતાનો પ્રચાર તો કરતી હોય છે પરંતુ બીજી પાર્ટી પર પણ પ્રહાર કરતી હોય છે. આ સિલસિલો ભાજપ અને આપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બંને પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીને શાળામાં ખેંચીને લઈ જાય છે. તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પણ ટ્વિટ કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીની સરકાર પાસે શિક્ષકોને પગાર આપવાના પૈસા નથી તેવું બતાવવામાં આવ્યું છે.