કર્ણાટકમાં મંત્રીના ગૌહત્યા વાળા નિવેદનનો ભાજપે કર્યો વિરોધ! ગાયોને લઈ રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકર્તાઓ! જાણો સમગ્ર મામલો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-06 15:15:15

થોડા સમય પહેલા કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે 3 જૂને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે ભેંસને કાપી શકાય છે, બળદને કાપી શકાય છે તો ગાયને કેમ કાપી નથી શકાતી? આ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મંત્રી દ્વારા આપેલા નિવદેનનો વિરોધ કરવા ભાજપના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના કાર્યકર્તાઓ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.         


પશુપાલન મંત્રીએ ગાયોના કતલને લઈ આપ્યું હતું નિવેદન!  

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે નિવેદન આપતા કહ્યું હતું કે જો ભેંસ અને બળદનું કતલ કરી શકાય તો ગાયનું કેમ નહીં? મીડિયા સાથે તેમની વાત ચાલી રહી હતી જે દરમિયાન ટી વેંકટેશે આ નિવેદન આપ્યું છે. વેંકટેશે જણાવ્યું કે તે પોતાના ઘરે ત્રણથી ચાર ગાયો પાળે છે. પરંતુ, જ્યારે આમાંથી એક ગાયનું મૃત્યુ થયું, ત્યારે તેના અંતિમ સંસ્કાર માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. લગભગ 25 લોકો તેને લેવા માટે આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેને ઉઠાવી શક્યા ન હતા. બાદમાં જેસીબીની મદદથી તેને ઉપાડી લઈ જવામાં આવી. ટી વેંકટેશે કહ્યું કે કર્ણાટકમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે.

રસ્તા પર ગાયો સાથે ઉતરી ભાજપના નેતાએ કર્યો વિરોધ!

તે સમયે ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પર વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો કે તેમણે હિન્દુઓનું અપમાન કર્યું છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ સરકાર એક વર્ગને ખુશ કરવા માટે આવી જાહેરાતો કરી રહી છે. આ પહેલા બજરંગ દળ પર પ્રતિબંધની જાહેરાત પર પણ હંગામો થયો હતો. ત્યારે આ નિવેદનનો વિરોધ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓએ ગાયોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાયોને લઈ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેંગ્લુરૂ ખાતે પ્રદર્શન કર્યું હતું . 


મંત્રી વિરૂદ્ધ ભાજપના કાર્યકર્તાઓએ કર્યા સૂત્રોચ્ચાર!  

વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પાંચ ગેરેન્ટીના વાયદા જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા તે તમામ યોજનાઓ હજી સૂધી લાગુ કરવામાં આવી નથી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ દ્વારા વચનો આપવામાં આવ્યા હતા અને કહેવામાં  આવ્યું હતું કે પહેલી કેબિનેટમાં જ તમામ વચનોની અમલી કરવામાં આવશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?