નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-24 20:24:53

નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ થોડા મહિના રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે, ભાજપને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી સામેથી પણ જબરદસ્ત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સ્થિતીમાં ભાજપને બે મોરચે લડવું પડી રહ્યું છે, પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષની ચૂંટણી રણનિતી સ્પષ્ટ કરતા જાહેર કર્યું હતું કે આ વખતે ભાજપ નો રિપીટ થિયરીને અનુસરશે અને મોદીની લોકપ્રિયતાના જોરે ચૂંટાઈ આવતા નેતાઓને આ વખતે ટિકિટ નહીં મળે. યુવાનોની વાતો કરતી પાર્ટીમાં યુવાઓને જ હાસિયામાં ધકેલવામાં આવતા  હોવાથી કાર્યકરોમાં પણ રોશ છે, જો કે ટિકીટની કાગડોળે રાહ જોઈ રહેલા યુવા કાર્યકરોની મનોકામના આ વખતે પુરી થતી જણાઈ રહી છે.


શું ભાજપ માટે બૂમરેંગ સાબિત થશે રણનિતી?


પાટીલની આ નો રિપીટ થિયરીએ પાર્ટીમાં જ અસંતોષ ઉભો કર્યો છે, અને અંદરથી છળવળાંટ પણ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારે તો જાહેરમાં પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી દીધો છે. સૌથી મોટો સવાલ કોંગ્રેસમાંથી પલાયન કરીને આવેલા 'યાયાવર નેતા'ઓ ભાજપને કેટલા વફાદાર રહેશે તે જોવાનું છે. સત્તા માટે ભાજપમાં આવેલા આ યાયાવર નેતાઓ ગમે ત્યારે નવું સરોવર શોધી લેશે તેનાથી ચિંતિંત ભાજપ તેની નો રિપીટ થિયરી પર પુન:વિચાર કરી શકે છે.


ભાજપની મુંઝવણ


છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસમાંથી 60થી વધુ અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ ચુંક્યા છે અને તે ભાજપના પ્રતિક હેઠળ ચૂંટણી પણ જીત્યા છે, હવે જ્યારે ભાજપ નો રિપીટ થિયરી અપનાવવા જઈ રહી છે છે ત્યારે આ નેતાઓ ભાજપને કેટલા વફાદાર રહે છે, તે જોવાનું છે. કુંવરજી બાવળિયા,રાઘવજી પટેલ,જવાહર ચાવડા,બ્રિજેશ મેરજા સહિતના નેતાઓ પક્ષપલટો કરી શકે છે. તો બીજી તરફ ભાજપમાં જ ઘણા લાંબા સમયથી પાર્ટી કાર્યાલયની ખુરશીઓ સાફ કરતા કાર્યકરો પણ ટિકીટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને તેમની ધીરજ હવે ખુટી છે, આ અસંતુષ્ટ કાર્યકરો તે ગમે ત્યારે પાર્ટીથી વિમુખ થશે તેવો ભય ભાજપના અગ્રણી નેતાઓને સતાવી રહ્યો છે.



વિકલ્પની રાજનિતી


રાજ્યમાં લાંબા સમય સુધી ભાજપ અને કોંગ્રેસનો જ પ્રભાવ રહ્યો છે, જો કે હવે આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે, વળી આમ આદમી પાર્ટીને દિલ્લી બાદ પંજાબમાં પણ સત્તા મળી છે ત્યારે આપ કાર્યકરોનો આત્મ વિશ્વાસ બુલંદ છે.આ સ્થિતીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓ આપ અને કોંગ્રેસમાં જોડાય તેવી આશંકા છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા આ વખતની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બનશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...