સૌરાષ્ટ્રના આ નેતાઓ સમજ્યા નહીં તો ભાજપને હરાવી દેશે!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:49:35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા આજે ગુજરાત પ્રવાસે છે. જેપી નડ્ડા અમદાવાદના એરપોર્ટ ખાતે ઉતર્યા હતા અને ગાંધીનગરના નભોઈ ગામે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જેપી નડ્ડાનો ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં કાર્યક્રમ છે. રાજકોટના રેસકોર્સ ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંબોધશે ત્યાર બાદ સાંજે મોરબીમાં રેલી કરશે અને રાત્રે ગાંધીનગરમાં વીરાંજલિ કાર્યક્રમ નિહાળશે.  


શા માટે સૌરાષ્ટ્ર પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે?

ગુજરાત વિધાનસભાની 182માંથી સૌરાષ્ટ્ર અને કચ્છની 50થી વધુ બેઠકો નિર્ણાયક બેઠક માનવામાં આવે છે. આ સમયે જેમ સુરતની બેઠકો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે તેમ સૌરાષ્ટ્રની ચૂંટણી પણ રસપ્રદ રહેવાની છે. સીઆર પાટીલ અને વિજય રૂપાણીની કથિત તકરાર વચ્ચે સરકાર ઉથલાવી નાખવામાં આવી હતી. ત્યાર બાદ સીઆર પાટીલે જાહેરાત કરી દીધી હતી કે જૂના નેતાઓને હવે મોકો આપવામાં નહીં આવે. નો રીપિટ થિયરી અંતર્ગત ભાજપ નવા નેતાઓને મોકો આપવા જઈ રહી છે. અમિત શાહ પણ થોડા દિવસ પહેલા સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા અને અરવિંદ કેજરીવાલ પણ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ચૂંટણીમાં ભાજપ પાસે કદ્દાવર નેતાઓ પણ છે અને તમામ નેતાને લડવા માટે ટિકિટ પણ જોઈએ છે. સૌરાષ્ટ્રના ભાજપના નેતાનો જૂથવાદ તો સૌ જાણે જ છે. ટિકિટ એક અને દાવેદાર અનેક એવી પરિસ્થિતિ વચ્ચે ડેમેજ કંટ્રોલ થવું એ સ્વાભાવિક વાત છે. ભાજપ તમામ લોકોની મહત્વકાંક્ષાને પૂર્ણ નહીં કરી શકે પરંતુ મહત્વકાંક્ષાને દબાવી બિલકુલ શકે છે. આ પ્રવાસ ડેમેજ કંટ્રોલ હોઈ શકે તેવું ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર જામનગર શહેર અને ભાવનગર શહેર સિવાયની મહત્વની વિધાનસભા ક્ષેત્રો પર કોંગ્રેસનો કબજો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ કોંગ્રેસના જ મતદાતાઓ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપને બેઠકો પણ વધારવાની છે અને નેતાઓને સમજાવવાના પણ છે.


સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓને એકબીજાથી વાંધા  

ભારત બોઘરાને કુંવરજી બાવળિયાથી વાંધા છે, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને પાટીદાર નેતા પરેશ ગજેરા વચ્ચે ખટરાગ છે, દેવજી ફતેપરા અને મહેન્દ્ર મુંજપરાને કંકાસ ચાલી રહી છે, કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મેરજા વચ્ચે કજિયો ચાલી રહ્યો છે.  જો ભાજપ કોઈ એક નેતાને ટિકિટ આપશે અને અન્ય રહી જશે તો તે નેતા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાં જવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રના મોટા નેતાઓને ભાજપ મંત્રીમંડળમાં જગ્યા નહીં આપે તો ભાજપને સીધું નુકસાન વેઠવવું પડશે તેવી સ્થિતિ છે. આથી ડેમેજ કંટ્રોલ માટે સૌરાષ્ટ્ર પર ભાજપનું ખાસ ધ્યાન છે. 


જેપી નડ્ડાનો ગાંધીનગરનો કાર્યક્રમઃ 

જેપી નડ્ડાએ ગાંધીનગરના નભોઈ ગામે પટેલ ફાર્મમાં નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જેપી નડ્ડાએ ઈ બાઈક્સ લોકોને અપાવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ગાંધીનગરની હોટલ લીલા ખાતે મેયર સમિટ યોજાવાની છે. જેપી નડ્ડા ભાજપ શાસિત મહાનગરોના મેયર સાથે ચર્ચા કરશે. ચૂંટણી પહેલાનો સમય હોવાથી ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવશે અને ચૂંટણી માટે માર્ગદર્શન આપવામાં આવશે.


નડ્ડાની બપોરે રાજકોટ અને સાંજે મોરબી મુલાકાત 

બપોરે 2 કલાકે જેપી નડ્ડા રાજકોટના રેસકોર્સ ખાતેના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને સહકારી સંસ્થા સહિતના ભાજપના તમામને કાર્યકરોને સંબોધશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બુથ લેવલની કામગીરીથી લઈ ઉપરી કક્ષાની કામગીરી મામલે માર્ગદર્શન આપશે અને સ્થાનિક કામગીરી મામલે તાગ મેળવશે. 


સાંજે મોરબીમાં જેપી નડ્ડાનો રોડ શૉ

રાજકોટના કાર્યક્રમ બાદ જેપી નડ્ડા મોરબી આવશે. મોરબીમાં સમય ગેટ પાસેથી રોડ શોનું આયોજન કરાયું છે. સમયગેટથી નેહરુ ગેટ નજીક ટાઉન હોલ સુધી રોડ શૉ યોજાશે. મોરબીમાં કોઈ સભાનું આયોજન નથી કરવામાં આવ્યું માટે રોડ શો બાદ જેપી નડ્ડા ગાંધીનગર જવા રવાના થશે. 


થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતાના રાહુલ ગાંધીએ પણ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સભા સંબોધી હતી ત્યાર બાદ ગાંધી આશ્રમ ખાતે બાપુના ચરણ સ્પર્શ કરી આશિર્વાદ લીધા હતા. આજે અરવિંદ કેજરીવાલ પણ વડોદરા મુલાકાતે છે, ગઈકાલે જેપી નડ્ડાની ગુજરાત મુલાકાત મામલેના આયોજનની ચર્ચા પણ વડોદરા ખાતે જ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગમે તેટલી ધમાસાણ થઈ જાય પણ મોદી ફેક્ટર અથવા મોદી મેજીક લોકો પર અસર કરે છે. બધી પરિસ્થિતિ વચ્ચે નરેન્દ્ર મોદીની સભાઓ અને ભાષણો લોકોના માનસ પર સીધી અસર કરતા હોય છે અને કેવી રીતે થતા હોય છે તે ગુજરાત જાણે છે. પરંતુ આ ચૂંટણીની ખાસ વાત એ છે કે આ વખતે ત્રીપાંખિયો જંગ છે. ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને તે ભાજપ કે કોંગ્રેસમાંથી યુવાઓના મોટી સંખ્યામાં મત કાપી શકે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. 



 



 




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.