"પતિ જીવતો છે ને, તો માથે બિંદી લગાવો" મહિલા દુકાનદાર પર ભડક્યા કર્ણાટકના BJP સાંસદ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-03-09 14:46:03

કર્ણાટકના કોલાર જિલ્લાના ભાજપા સાંસદ એસ મુનિસ્વામીએ મહિલા દિવસ પર એક એક મહિલા પર ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. મુનિસ્વામી એક કાર્યક્રમ દરમિયાન મહિલા દુકાનદારના માથા પર બિંદી ન જોતા વિફર્યા હતા અને તેને પતિ જીવતો હોય તો માથા પર બિંદી લગાવવાનું કહ્યું હતું. તેમના આ નિવેદનની અનેક લોકોએ નિંદા કરી છે. એસ મુનિસ્વામીનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. 


મહિલા દિને પ્રદર્શનનું કર્યું ઉદઘાટન


કોલારના બિજેપી સાંસદ એસ મુનિસ્વામી મહિલા દિવસના પ્રસંગે આયોજીત એક પ્રદર્શન અને વેચાણ મેળામાં સામેલ થયા હતા. સાંસદશ્રીના હસ્તે જ તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, તેઓ એક સ્ટોલ પર ઉભા રહ્યા, આ સ્ટોલ પર કપડા વેચાણ માટે રાખવામાં આવ્યા હતા અને ત્યાં જ તેમણે એક મહિલાને માથા પર બિંદી ન લગાવતા બાબતે વિફર્યા હતા. 


શું કહ્યું સાંસદે?


બિજેપીના લોકસભાના સાંસદે મહિલાને કહ્યું "પહેલા બિંદી લગાવો, તમારો પતિ જીવતો છે, છે ને? તમારામાં કોમન સેન્સ નથી." આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. કોંગ્રેસે આ બાબતની નિંદા કરતા કહ્યું કે આવી ઘટનાઓ ભાજપની સંસ્કૃતિ દર્શાવે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?