BJPના MP મનસુખ વસાવા ફરી વિવાદમાં, અભદ્ર ભાષામાં વાતચીતનો ઓડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-31 13:17:38

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમનો એક ટેલિફોનિક વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં  મનસુખ વસાવા કથિત રીતે એક વ્યક્તિને સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. ભાજપના આ અગ્રણી નેતા અને સિનિયર સાંસદનો ઓડિયો વાયરલ થતાં ભરૂચનું રાજકારણ ગરમાયું છે.


શું છે સમગ્ર મામલો?


ભાજપના દિગ્ગજ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. આ ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોંશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તે મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આમ આ પ્રકારની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પણ મનસુખ વસાવાએ હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?