ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો પ્રચાર સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા છે. ચૂંટણીનો મોરચો સંભાળતા ગુજરાત ભાજપ દ્વારા 7 ઓક્ટોબર થી આગામી 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમિત શાહ અને વડાપ્રધાનની નજર ગુજરાત સર કરવા પર
સંગઠનને મજબૂત કરવા અમિત શાહ અને પીએમ મોદી ગુજરાત આવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી મતદાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે. અનેક સ્થળો પર તેઓ જનસંબોધન કરવાના છે.
લોકો સુધી પહોંચવા કરાશે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન
ચૂંટણી પ્રચાર પાછળ ભાજપ દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી ગયા છે. ગ્રાઉન્ડ પર જઈ સામાન્ય માણસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં ભાજપ જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપ લોકો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે.