ભાજપના ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભૂમિકા! યોજાઈ બેઠક અને નેતાઓને આદેશ કરાયો જાહેર મંચ પર રજૂઆતો ન કરવી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-19 12:25:13

લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભાજપના નેતાએ પોતાની જ પાર્ટીની સામે મેદાને પડ્યાં હતા.. અથવા તો કોઈ નેતા સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરિતીને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા હતા... ભાજપના જ ધારાસભ્યો જાણે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગ્યું. જાહેરમંચ પરથી સરકારની પોલ ખોલતા હતા નેતાઓ હવે તેના પર રોક લાગશે કેમ કે પાર્ટીએ આદેશ કરી દીધા છે કે મનની વાત જાહેરમંચ પરથી કહેવી નહીં.. આવી માહિતી તો સામે આવી હતી સાથે સાથે શું કરવુ આના ઉપાયના રૂપમાં તે પણ ભાજપે જણાવ્યું છે...!

ભાજપના જ સાંસદો, ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે..!

ખેડામાં મુખ્યમંત્રી પોતે સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હતા ને બેદરકારી સામે આવતા અધિકારી વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.


સિસ્ટમની પોલ ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે..!

જાહેરમંચ પર પત્રો લખી રહ્યાં છે અને સિસ્ટમની પોલ ખોલી ખામીઓ દર્શાવી રહ્યાં છે.... હવે એ નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લાગશે કેમ કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવી બેઠક કરી...મનની વાત જાહેર મંચ કહેવાને બદલે યોગ્ય સ્થળે રજુઆત કરવા ભાજપ સાંસદોને સલાહ આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.... 


બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા! 

લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ ભાજપે પોતાના તમામ નેતાઓને, ધારાસભ્યો, સાસંદોને બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર હતા.. અહીં પ્રદેશ મોવડી મંડળે નવા ચૂંટાયેલા સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારા મનમાં કોઈ વાત હોય તો એ બાબતે જાહેરમાં કહેવાને બદલે યોગ્ય સ્થળે રજૂઆત કરશો... જાહેર મંચ પરથી આવા નિવેદનો ના આપવા તેવી વાત કહેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. જે પ્રશ્ન હશે તેનો ઉકેલ યોગ્ય પ્લેટફોર્મ પર મુકવાથી જ આવશે... જાહેરમાં બોલવાના કારણે સ્થિતિ ખરાબ થાય છે.... 



હંગામી પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ઈન્ચાર્જ સંભાળશે

તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા હોવાથી તેઓ અગાઉની માફક સતત રાજ્યના પક્ષિય સંગઠનની બાબતને લઈને સમય ફાળવી શકશે નહીં. આ સંજોગોમાં આવતા થોડા સમયમાં પક્ષનું રાષ્ટ્રીય મોવડી મંડળ જ્યાં સુધી કાયમી પ્રમુખની નિયુક્તી ન થાય ત્યાં સુધી હંગામી રીતે ઈન્ચાર્જ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે. ત્યાં સુધી સી.આર.પાટીલ હંગામી પ્રમુખ તરીકે યથાવત રહેશે.... 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે