ભાજપના MLA નિમિષાબેન સુથાર અને ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ ભાંગરો વાટ્યો, મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકી શુભેચ્છા આપી


  • Published By :
  • Published Date : 2023-05-09 18:14:26

રાજકીય પક્ષોના નેતાઓ દેશની મહાન હસ્તીઓના જન્મ દિને તેમને યાદ કરી સોશિયલ મીડિયા પોસ્ટ કરતા હોય છે. જો કે ક્યારેક તેમની આ પોસ્ટ વિવાદનું  કારણ પણ બનતી હોય છે. જેમ કે આજે મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો અને શહેરના મેયરોએ કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ગાંધીનગર મેયર હીતેશ મકવાણાની ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.


બંને નેતાઓએ શું ભાંગરો વાટ્યો?


ભાજપના મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મહારાણા પ્રતાપની જન્મજયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી પરંતુ ભાજપના ધારાસભ્યએ ફોટોમાં મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીનો ફોટો શેર કરી દીધો હતો. તે જ પ્રકારે ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ પણ મહારાણા પ્રતાપની જયંતી પર છત્રપતિ શિવાજીનો ફોટો મૂક્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ટ્વિટર પર આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો,બાદમાં હીતેશ મકવાણાએ ફોટો બદલી મહારાણા પ્રતાપનો મૂકી દીધો હતો. નિમિષાબેન સુથારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં એક યૂઝરે કમેન્ટ કરી કે, મહારાણા પ્રતાપ અને શિવાજીમાં ફરક છે બેન તમે ફોટો શિવાજીનો મુક્યો છે. જો કે તેમ છતાં નિમિશાબેન સુથારનું ટ્વિટ હજુ પણ જોવા મળી રહી છે. Image


આવું શા માટે થાય છે?


નેતાઓ દ્વારા આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટમાં અવારનવાર વિવાદ થતાં જોવા મળે છે. કોઈ ફોટો બદલાઈ જાય કે પછી પોસ્ટનું લખાણ વિવાદનું કારણ બનતું હોય છે. આવું થવાનું મુખ્ય કારણ છે કે વાર-તહેવાર પર થતી આ પ્રકારની પોસ્ટ જે તે વ્યક્તિ ખુદ કરતી નથી, પરંતુ આ કામ તેમના વતી કોઈ એજન્સી કરતી હોય છે. જેના કારણે આવું આંધળે બહેરૂ કુટાતું હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત જાન્યુઆરી મહિનામાં આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતું ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. આ મુદ્દે વિવાદ વધતા તેમણે થોડીવારમાં જ આ પોસ્ટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. 


આવી ભૂલ જો કોઈ વિપક્ષી નેતાએ કરી હોત તો?


આજે મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકનારા બંને નેતા ભાજપના છે. પરતું જો આવી જ ભૂલ કોંગ્રેસ કે આપના કોઈ નેતાએ કરી હોત તો તેના સોશિયલ મીડિયા પર તેમની ખુબ મજાક ઉડાવવામાં આવી હોત. ભૂલ થાય તે સ્વાભાવિક છે પણ વાતનું વતેસર કરીને કોઈ રાજકીય નેતાની છબી ખરડાવવા માટે જે રીતે તેને મજાકનું પાત્ર બનાવી દેવામાં આવે છે તે ખોટું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?