ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ 182 સીટમાંથી 160 બેઠકો માટેની ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે હજુ પણ 22 વિધાન સભા બેઠકોની યાદી જાહેર કરવાની બાકી છે. ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી. હવે જોવાનું એ છે કે ભાજપની આ છેલ્લી યાદીમાં કેટલા અને કયા ધારાસભ્યોના પત્તા કપાય છે.
ભાજપ આ 22 બેઠકો પર જાહેર કરશે ઉમેદવારો
ભાજપની જે 22 સીટો માટે નવા ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં, રાધનપુર, પાટણ, ખેરાલુ, હિંમતનગર, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વટવા, ધોરાજી, જામખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, પેટલાદ, મહેદાવાદ, ઝાલોદ, ગરબાડા, પાવી જેતપુર, સયાજીગંજ, માંજલપુર, ડેડિયાપાડા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
ભાજપની છેલ્લી યાદીને લઈ સસ્પેન્સ યથાવત
ભાજપ તેના 22 ઉમેદવારોની છેલ્લી યાદી ક્યારે જાહેર કરશે તેની રાહ જોવાઈ રહી છે. જો કે હજુ પણ તેની આ યાદીમાં કોના પત્તા કપાશે તે અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. આ યાદીમાં કોનો સમાવેશ થશે અને કયા વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાશે તે અંગે સ્થાનિકો અને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.