ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ખેડાના માતર જિલ્લામાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે અરવિંદ કેજરીવાલ તેમજ રેવડી કલ્ચરને લઈ ટિપ્પણી કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
આમ આદમી પાર્ટી તેમજ કેજરીવાલ પર કર્યા પ્રહાર
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનું ગઢ ગણવામાં આવે છે. ત્યારે 2022 વિધાનસભામાં પણ ગુજરાતમાં કમલ ખીલે તે માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતું રહે છે. ત્યારે ગોરધન ઝડફિયાએ પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ આપ પર નિશાન સાધ્યું હતું. આપ પર પ્રહાર કરતા કહ્યું કે અહીંયા મફતની રેવડી વહેવચા આવી રહ્યા છે, એમને પૂછો અહીં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે?
ગુજરાતમાં આપની એક પણ સીટ નહીં આવે - ઝડફિયા
વધુમાં તેમણે કહ્યું કે તમારા તો 6 મંત્રીઓ જેલમાં છે. બીજાની જેલમાં જવાની તૈયારી છે. શરમ નથી આવતી ગુજરાતમાં મફતનું આપવાની વાત કરો છો? એનો વાંધો નથી. ગુજરાતમાં એક સીટ નહીં આવે જેટલી તાકાત લગવી હોય તેટલી લગાવી લો. ઉપરાંત કોંગ્રેસ તો ક્યાંય દેખાતી નથી.