રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતી મુદ્દે ડૉ. ભરત કાનાબારના વેધક સવાલ, ટ્વિટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પણ ટેગ કર્યું


  • Published By :
  • Published Date : 2023-06-02 15:32:48

ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર તેમની ટ્વીટ દ્વારા અવારનવાર રાજ્ય સરકારના કાન આબળતા રહે છે.  ભરત કાનાબારની ટ્વીટથી ઘણી વખત વિવાદો પણ સર્જાતા રહે છે. તેમ છતાં તેઓ નિર્ભયતાથી  તેમના વિચારો રજુ કરતા રહે છે. હવે ફરી એક વખત તેઓ મેદાને આવ્યા છે. આ વખતે તેમણે રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતીને લઈ રાજ્ય સરકારને નિશાન બનાવી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને PM મોદીના ખાસ વિશ્વાસુ ભરત કાનાબારની આ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ તેમણે PM નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને ટ્વિટ ટેગ પણ કર્યું છે.


રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર?


ભાજપના જ નેતા ડૉ. ભરત કાનાબારે સવાલો કરતાં ખળભળાટ મચ્યો છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે એક બાદ એક એમ બી ટ્વિટ કરી અને 'શિક્ષણનું શીર્ષાસન' સીરિઝ ટ્વિટ કરી છે. જેમાં તેમણે ખાનગી ટ્યુશનને લઈ સવાલો કર્યા છે. આ સાથે જ તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે આ સાથે રાજ્યમાં ચાલતી ભૂતિયા શાળાનો પણ ખુલાસો કર્યો છે. તેમણે તેમના પહેલા ટ્વીટમાં લખ્યું છે કે એક જમાનો હતો જયારે વાલી પોતાના બાળકને ખાનગી ટ્યુશન રખાવવું પડ્યું હોય તો શરમને કારણે આ વાતની બીજાને ખબર ના પડે તેનું ધ્યાન રાખતા. આજે તો વાલીઓ પોતાનું બાળક કયા પ્રાઇવેટ ક્લાસીસમાં જાય છે તેની વાત ગર્વભેર કહેતા ફરે છે. જ્યારે બીજા ટ્વીટમાં  તેમણે લખ્યું કે વિદ્યાર્થી એડમિશન લે “ભૂતિયા” શાળામાં, શાળામાં ગયા વગર તેની હાજરી પુરાય જાય અને ભણવાનું ટ્યુશન ક્લાસમાં ! શાળાની અને ટ્યુશન ક્લાસની ફીનો બેવડો ભાર લાચાર વાલીઓને શિરે !! શાળા અને ટ્યુશન ક્લાસોની આ છડે ચોક ચાલતી લિવ ઈન રિલેશનશિપ સામે તંત્રના આંખ આડા કાન !!!



બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..

આજે ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે જેનું પરિણામ 23 નવેમ્બરે આવવાનું છે..