વિરમગામ સીટને લઈ ભાજપમાં ડખો, વરૂણ પટેલે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2022-11-02 13:03:13

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટી નેતાઓ અને કાર્યકરો ટિકિટ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. રાજયની વિરમગામ વિધાનસભાની સીટ પર સૌની નજર છે, કોંગ્રેસનો ગઢ મનાતી આ સીટ પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. જો કે હવે ભાજપના જ એક અન્ય નેતા વરૂણ પટેલે પણ આ બેઠક માટે ચૂંટણી લડવા તલપાપડ બન્યા છે. તે ઉપરાંત આ અન્ય દાવેદારો પણ છે.


વરૂણ પટેલે ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી


વિરમગામ વિધાનસભા સીટ માટે ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. વરુણ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ મુલાકાતથી હાર્દિક પટેલ કેમ્પને આંચકો લાગ્યો છે, વરૂણ પટેલ પણ ભાજપના આશાસ્પદ યુવા નેતા છે અને પાટીદાર આંદોલન વખતે તે ભાજપનો પાટીદાર ચહેરો બનીને ઉભર્યા હતા. જો કે એટલું તો ચોક્કસ છે વરૂણ પટેલની અમિત શાહ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.


વિરમગામની બેઠક માટે 15 ઉમેદવારો


વિરમગામ સીટ પર ભાજપના જે નેતાઓ દાવો કરી રહ્યા છે, તેમાં હાર્દિક પટેલ, વરૂણ પટેલ અને પૂર્વ ધારાસભ્ય તેજશ્રી બેન પટેલ સહિત કુલ 15 દાવેદારો છે. વિરમગામની બેઠક પરથી હાર્દિક પટેલ જ પ્રબળ દાવેદાર ગણાય છે, અત્રે ઉલ્લેખનિય છે કે  હાર્દિક  પટેલે પણ ટિકિટ માટે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે જ્યારે  ત્યારે વરુણ પટેલની આ મુલાકાત બાદ શું હાર્દિક પટેલનું પત્તું કપાશે કે પછી પાર્ટી તેમને ટિકિટ આપશે તેના પર સૌની નજર રહેશે. આમ પણ વિરમગામ વિધાનસભા પર કોંગ્રેસનો કબજો છે, 2017માં ભાજપે પક્ષપલટું ઉમેદવાર તેજશ્રી બેનને મેદાનમાં ઉતાર્યા હતા જો કે  તેમનો કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે કારમો પરાજય થયો હતો.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...