છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ બંગાળનું સંદેશખાલી ચર્ચામાં છે. મહિલાઓ ટીએમસી નેતા શાહજહાં શેખના વિરૂદ્ધમાં પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા હતા. મહિલાઓએ ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો મહિલાઓએ જમીન હડપ વાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત યૌન શોષણનો પણ આરોપ લગાવ્યો હતો. આ વાત સામે આવતા બીજેપીના નેતાઓએ આ મુદ્દાને મોટા પાયે ઉઠાવ્યો અને પશ્ચિમ બંગાળ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. અનેક જગ્યાઓથી હિંસાના સમાચારો પણ સામે આવતા રહ્યા. ત્યારે પીડિતાને મળવા જઈ રહેલા બીજેપીના નેતાઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે. તે બાદ ભાજપના નેતા ધરણા પર બેસી ગયા હતા.. અને માહિતી મળી રહી છે કે ભાજપના નેતાએ સ્થાનિકો સાથે મુલાકાત કરી લીધી છે.
ભાજપના નેતાને પોલીસે રોક્યા હતા!
પશ્ચિમ બંગાળની રાજનીતિ ગરમાઈ છે. ભાજપ ટીએમસીને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તાર ચર્ચામાં છે. મહિલા પર અત્યાચારની ઘટનાઓ બની રહી છે તેને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે જેને લઈ માહોલ તણાવપૂર્ણ છે. પોલીસબળને તૈનાત કરવામાં આવ્યા છે. કોલકાત્તા હાઈકોર્ટની પરવાનગી લઈ ભાજપના નેતાઓ સંદેશખાલી જઈ રહ્યા હતા પરંતુ તેમને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રોકવામાં આવ્યા બાદ હંગામો શરૂ થઈ ગયો હતો.
કયારે બની હતી ઘટના?
કોલકાત્તા હાઈકોર્ટે શરતોને આધીન ભાજપના નેતાને ત્યાં જવાની અનુમતિ આપી હતી. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બીજેપી નેતા સુવેન્દુ અધિકારી અશાંત ક્ષેત્રમાં કોઈ ભડકાઉ ભાષણ નહીં આપી શકે. મહત્વનું છે કે સંદેશખાલીમાં 9 ફેબ્રુઆરીથી ભારે અરાજકતા જોવા મળી રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 5 જાન્યુઆરીએ ટીએમસી નેતા શાહજહાં શેખને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દિવસથી શાહજહાં શેખ ફરાર છે. તેના ફરાર થયાના અનેક દિવસો બાદ 8 ફેબ્રુઆરીએ સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી વિરોધ કરવા એવા આરોપો સાથે કે શાહજહાં શેખ અને તેના સમર્થકો મહિલાઓનું શોષણ કરી રહ્યા છે. મહત્વનું છે કે આ બાદ પશ્ચિમ બંગાળની મુલાકાત ત્યાંના રાજ્યપાલે પણ લીધી હતી.