ચૂંટણી ટાણે જ ભાજપને ઝટકો, પૂર્વ સુરત શહેર ઉપપ્રમુખ PVS શર્માએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-08 20:49:04

વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે રાજકારણમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ એકબીજાના નેતાઓ અને કાર્યકરોને આવકારવા માટે લાલજાજમ બિછાવી છે. વિધાનસભાની ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. સુરતમાં ભાજપના અગ્રણી નેતા અને ભાજપના પૂર્વ શહેર ઉપપ્રમુખ PVS શર્માએ રાજીનામું આપતા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે. પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી PVS શર્માએ ભાજપમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે. નવેમ્બર 2020માં તેમના પર પડેલી ઈન્કમટેક્સની રેડ બાદ ફરિયાદ નોંધાતા ચર્ચામાં આવ્યા હતા. PVS શર્માના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા ત્યારથી તેઓ પાર્ટીથી નારાજ હતા.


PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાશે?


પીવીએસ શર્મા ભાજપથી છેલ્લા દોઢ બે વર્ષથી અળગા રહેતા હતા. PVS શર્માએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાનું રાજીનામું  આપી દીધું છે. તેમના રાજીનામાથી શહેર ભાજપનું રાજકારણ ગરમાયું છે. PVS શર્મા સીઆર પાટીલના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેઓ શહેર ભાજપના સંગઠનમાં અલગ અલગ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. PVS શર્મા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. બે દિવસમાં જ તે આમ આદમી પાર્ટીની કંઠી પહેરીને ઉધના બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી પણ નોંધાવી શકે છે. PVS શર્મા પરપ્રાંતિય સમુદાય પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?