Parliamentમાં BJP નેતા Narayan Raneના નિવેદનના કારણે મચ્યો હોબાળો! વીડિયો ટ્વિટ કરી AAPએ પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 09:40:28

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સાંસદો દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે તેને જોઈને લાગે કે શું સંસદમાં માન મર્યાદામાં રાખી  બોલાવાનું જાણે સાંસદો ભૂલી ગયા હોય. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે સિરિયલને બદલે જો તમે સંસદનો કોઈ પણ વીડિયો જોઈ લેશો તો મનોરંજન પૂરૂ પડી જશે. આમ તો અમારે આવું ન કહેવું જોઈએ, પરંતુ સંસદમાં જે પ્રમાણે સાંસદો નિવેદનો આપે છે તેને જોઈને આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય, 

સાંસદોના નિવેદનો સાંભળી લાગે કે આપણે સિરીયલ જોઈ રહ્યા છીએ! 

જે વીડિયો ઉપર મૂકવામાં આવ્યો છે તે વીડિયો કોઈ ફિલ્મનોનથી, એ કોઈ ટીવી સીરિયલનો વીડિયો નથી, ભાષા જોઈને તમને લાગ્યું હશે કે આ કોઈ વેબસિરિઝનો વીડિયો હશે, પરંતુ ના આ વીડિયો વેબસિરિઝનો પણ નથી. આ વીડિયો છે સંસદનો, એ સંસદ જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે ત્યાં આવા પ્રકારના નિવેદનો આપવા શોભા નથી દેતા. સંસદમાં કેન્દ્ર સરકારના મંત્રી નારાયણ રાણેએ એવું નિવેદન આપ્યું છે તેની નિંદા થઈ રહી છે. કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ પોતાના નિવેદનમાં શિવસેના (યુબીટી) પર પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તે ઓકાત બતાવવાની વાત કરી રહ્યા છે. 

ઉદ્ધવ ગ્રુપ પર નારાયણ રાણેએ આકરા પ્રહાર કર્યા

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ગ્રુપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્ધવ સેનાને તેની સ્થિતિ બતાવવા માટે પણ કહ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાનો ઉદ્ધવ ગૃપની શિવસેનાને કોઈ અધિકાર નથી. આ દરમિયાન સ્પીકરની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે પણ નારાયણ રાણેને અટકાવ્યા અને તેમને અંગત ટિપ્પણીઓ ટાળવાની સલાહ આપી. 



આપનો સવાલ - શું ભાજપના નેતાને સસ્પેન્ડ કરાશે?

મહત્વનું છે કે પોતાના નિવેદનનોને કારણે, ટિપ્પણીને કારણે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે શું ભાજપના મંત્રીને નફરતભર્યા ભાષણ માટે સસ્પેન્ડ કરવામાં આવશે? મોદીજીના મંત્રી નારાયણ રાણે સંસદમાં કોઈ ગલીના ગુંડાની જેમ ધમકી આપી રહ્યા છે. મોદી સરકરાને માત્ર પ્રશ્ન પૂછવા પર સાંસદને તરત સસ્પેન્ડ કરવામાં આવે છે. શું અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બીજેપીના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે? શિવસેના પર હુમલો હકીકતમાં, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના પર હુમલો કર્યો હતો. 



સંસદને સાંસદો એક બીજા સાથે ઝઘડવાનું મંચ માને છે!   

એક સમય હતો એ સંસદનો જ્યારે તેમાં જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી બાજપેયી જેવા લોકોના ભાષણો ચાલતા હતા જેણે દેશના આ લોકતંત્રની ઈજ્જત કરી અને દેશના લોકતંત્રની સ્થિતિ જાળવી રાખી, પણ અત્યારની સ્થિતિ એવી છે કે જેવું તમે સંસદ ટીવી શરૂ કરો અથવા સંસદ ટીવી ડિજિટલ મીડિયા પર જુઓ તો નેતાઓ કૂતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા છે. અરે ભાઈ તમારે ઝઘડવું જ હોય અને તમને મજા જ આવતી હોય તો સંસદ બહાર ઝઘડોને... તમારી રાજનીતિથી પવિત્ર લોકતંત્રના સદનને દુષિત ન કરો. સંસદમાં બગડતી ભાષા અંગે તમારૂં શું કહેવું છે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?