વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવા પોલિટિક્લ પાર્ટી એડીચોટીનું જોર લગાવતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલના નિવેદન પર ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલે કહ્યું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે. તેમના આ નિવેદન પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા કહ્યું કે 16 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી જ નહીં.
ભાજપના નેતાએ અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક વિવાદિત નિવેદનો સામે આવતા હોય છે. અથવા તો નિવેદનો પર વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલના પ્રવાસને લઈને હંગામો થયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પોતાનો પક્ષ મુકતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ત્યારે તેમની જન્મ તિથીને લઈ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.
કેજરીવાલના નિવેદનને ખોટું પાડવા કર્યો પ્રયાસ
હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા જણાવ્યું કે શું તેમે ગુજરાતની જનતાને મુર્ખ માનો છો? તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કાંઈપણ!!