ડીસા કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ ભગવો ખેસ ધારણ કર્યા બાદ નસીબનું પાદડું ફર્યું છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા ગોવા રબારીને ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાજપે ગોવાભાઈ રબારીને મેન્ડેડ આપતા ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ ડીસા માર્કેટયાર્ડમાં દશ વર્ષના વનવાસ બાદ ગોવાભાઈની ફરી એન્ટ્રી થઈ છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન તરીકેની મને જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રીશ્રી @narendramodi સાહેબ,ભારત સરકારના સહકાર અને ગૃહ મંત્રીશ્રી @AmitShah સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી @JPNadda સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી… pic.twitter.com/QPQpiNDA5E
— Govabhai Rabari (@GovabhaiRabari_) July 10, 2023
ભાજપનું સમર્થન કામ કરી ગયું
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન તરીકેની મને જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રીશ્રી @narendramodi સાહેબ,ભારત સરકારના સહકાર અને ગૃહ મંત્રીશ્રી @AmitShah સાહેબ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી @JPNadda સાહેબ, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી… pic.twitter.com/QPQpiNDA5E
— Govabhai Rabari (@GovabhaiRabari_) July 10, 2023
અત્રે ઉલ્લેખનિય છે કે ગોવાભાઈ રબારી ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બને તે માટે જિલ્લા ભાજપ પ્રમુખે બેઠકમાં મેન્ડેડનું અનાદર ન કરવા ડીરેક્ટરોને સૂચના આપી હતી. ત્યારે હવે ડીસા માર્કેટયાર્ડની કમાન કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં આવનાર ગોવા રબારીને સોંપવામાં આવી છે. ડીસા માર્કેટ યાર્ડના16 ડિરેક્ટરોએ સર્વાનુમતે ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરી હતી. આ પ્રસંગે ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ગોવાભાઇ રબારી કોગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ રબારી અગાઉ 15 વર્ષ સુધી માર્કેટ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે.
કોણ છે ગોવાભાઈ રબારી?
ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈ માત્ર બનાસકાંઠા જ નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રબારી સમાજના અગ્રણી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.