આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની રાજકીય લડાઈ હવે સ્કૂલ સુધી પહોંચી ગઈ છે. બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત તૂ-તૂ મેં-મેં થઈ રહી છે. આજે ભાજપના નેતા ગૌરવ ભાટીયા અને સૌરભ ભારદ્વાજ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીના 500 સ્કૂલ બનાવવાના દાવાની તપાસ કરવા માટે ગૌરવ ભાટીયા સવારે 11 વાગ્યે કૌટિલ્ય વિદ્યાલય પહોંચ્યા હતા. જો કે અહીં પહેલાથી જ હાજર સૌરભ ભારદ્વાજ સાથે તેમનું વાકયુધ્ધ થઈ ગયું.
बार-बार रुकने का आग्रह करने पर भी @gauravbh स्कूल के अंदर नहीं गए और भाग गए। उनको कहा कि अभी तो 498 स्कूल और देखने हैं चलिए, मगर वे नहीं माने और भाग गए। pic.twitter.com/WFhOxOzgTF
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) August 31, 2022
સૌરભ અને ગૌરવ વચ્ચે વાકયુધ્ધ
बार-बार रुकने का आग्रह करने पर भी @gauravbh स्कूल के अंदर नहीं गए और भाग गए। उनको कहा कि अभी तो 498 स्कूल और देखने हैं चलिए, मगर वे नहीं माने और भाग गए। pic.twitter.com/WFhOxOzgTF
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) August 31, 2022કૌટિલ્ય સ્કૂલ જોવા આવેલા ગૌરવ ભાટીયાને સૌરભ ભારદ્વાજે વારંવાર આગ્રહ કરવા છતાં તેમણે સ્કૂલમાં આવવાનું ટાળ્યું હતું. સૌરભ ભારદ્વાજે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સૌશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. ગૌરવ ભાટીયાએ આરોપ લગાવ્યો કે તેમને સ્કૂલનું લિસ્ટ આપવાનું હતું પણ તેમણે તે આપ્યું નહીં.
ગૌરવે સૌરભને ફેંક્યો હતો પડકાર
ગઈકાલે એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ગૌરવ ભાટિયાએ સૌરભ ભારદ્વાજને પડકાર ફેંક્યો હતો કે આવતીકાલે તે 11 વાગે સૌરભ જ્યાં કહે ત્યાં પહોંચી જઈશ અને 500 શાળાઓનું નિરીક્ષણ કરીશ. ત્યાર બાદ અમે અહીં સંપૂર્ણ રિપોર્ટ આપીશું. સૌરભે કહ્યું કે કાલે તમે આવી જોઓ.