ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે રાજનેતાઓને લઈને કહી સત્ય વાત,પ્રજાની ચિંતા કોઈને છે જ નહીં?


  • Published By :
  • Published Date : 2024-09-10 13:44:43

વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ સ્થાનિક તંત્રનો લોકોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારમાં જે પણ નેતાઓ પહોંચે તો ત્યાં તેમનો બહિષ્કાર કરવામાં આવે છે, અનેક ઉદાહરણો આપણી સામે છે.. ભાજપના અનેક નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હોય કે પછી કોઈ ધારાસભ્ય.. હવે ભાજપના નેતા ડો. ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે મોટાભાગના રાજનેતાઓનો ઉદેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી! 

વડોદરામાં સ્થાનિકોએ કર્યો ભાજપના નેતાઓનો વિરોધ

ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિરોધનો સામનો જે કરવો પડી રહ્યો છે તે કદાચ પહેલી વારનું હશે.. આવા તિરસ્કારનો અનુભવ કોઈ નેતાને નહીં કરવો પડ્યો હજી સુધી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કિટ વિતરણ માટે પહોંચતા અમુક સ્થાનિક લોકોએ 'અમારે કિટની નહીં, પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે' તેમ કહીને ભાજપના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓના સામે વિરોધ નોંધ્યો હતો.... માત્ર કુબેર ડીંડોર સામે નહીં પણ ભાજપના અનેક નેતાઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો... 



ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર લખ્યું...  

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ મૂકીને રાજકીય નેતાઓ અને આગેવાનો સામે પ્રજાના આક્રોશની વાત મૂકી છે. તેમણે લખ્યું છે કે 'મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ “અનિવાર્ય અનિષ્ટ” છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!'



જનતાનો આક્રોશ રાજકીય નેતાઓ.... - ભરત કાનાબાર 

વાત જાણે એમ છે કે રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાક સ્થાનિક પક્ષ અને વિરોધ પક્ષના નેતા શહેરની મુલાકાતે આવતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે વ્યક્ત થઈ રહેલો લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાન માનતા દરેક રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘંટડી સમાન છે. મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ અનિવાર્ય અનિષ્ટ છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!'


અનેક વખત ભરત કાનાબાર કરી ચૂક્યા છે ટ્વિટ વિવિધ મુદ્દે!

ઉલ્લેખનીય છે આ પહેલીવાર નથી કે પ્રમુખ ડૉ. ભરત કાનાબારે 'X' પર લખીને સરકાર અને તંત્રના કાન આમળ્યા હોય છે. આ અગાઉ પણ ઘણીવાર તે સરકાર અને તંત્ર પર પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે અગાઉ 'X' પર લખ્યું હતું કે, 'નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે. ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજયા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મોટા મસ પગાર લેતાં એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઈ દંડ થતો નથી? એમને સરકાર પગાર શેનો આપે છે?'  ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો... 




૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .